________________
ચૌદ ગુણસ્થાન
જીમાં ઊગી નીકળે છે. તેનું વાવેતર અંકુરા વગેરેનું સ્વરૂપ લલિતવિસ્તરા ગ્રન્થના આધારે જાણું લઈએ.
ધર્મની નિર્મલ પ્રશંસા કરવી તે ધર્મબીજનું વાવેતર કરવા રૂપ છે, તે ધર્મ પ્રાપ્ત કરવાની ચિંતા કરવી એ બીજના અંકરે છે, તે ધર્મકથા સાંભળવી તે તેને કંદ કહેવાય છે. તે ધર્મનું આચરણ કરવું તે પુષ્પને નાળ કહેવાય છે, તેનાથી દેવ–મનુષ્ય પ્રોગ્ય સંપદા મળે તે પુષ્પ કહેવાય છે અને પરિણામે સર્વકર્મા નિવૃત્તિ તે ફળ કહેવાય છે.
ઉપરોક્ત બીજના વાવેતર વિના જીવનમાં કદી પણ રોગને ઉદય થતું નથી. ઉપદેશ પદની ૨૨૪ મી ગાથામાં કહ્યું છે કે, “સારે વરસાદ થવા છતાં પણ જેમ બીજ વાવ્યા વિના ધાન્ય થતું નથી નેમ ઉપર જણાવેલા ધર્મબીજના વાવેતર વિના શ્રીતીર્થકર ભગવંતની - હાજરીમાં પણ આત્મામાં ધર્મવૃક્ષ ઊગી શકતું નથી.
ગદષ્ટિ સમુચ્ચય ગ્રન્થમાં કહ્યું છે કે યોગબીજને પ્રાપ્ત કર્યા પછી મુક્તિપદની અવશ્યમેવ સિદ્ધ થાય છે કેમ કે આ બીજ -વાંઝિયા નથી.
ગ–બીજ પ્રાપ્ત થયા પછી આત્માના બાધક ભાવ દૂર થઈ જાય છે અને સાધક ભાવને જ પ્રસાર થવા લાગે છે. શ્રીદેવચન્દ્રજી મહારાજે કહ્યું છે કે, “બાધક પરિણતિ સવિ ટળે, સાધક સિદ્ધિ કહાય રે... જગતારક પ્રભુ વિનવું.”
વિનેગુ શરું વિત્ત : વીતરાગ સર્વજ્ઞ ભગવંતેને વિશે (૧) પ્રીતિ-ભક્તિ ભાવભર્યું ચિત્ત રાખવું. તેમને તેવા મનપૂર્વક, (૨) -વાચિક નમસ્કાર કરે અને (૩) કાયાથી પંચાગ પ્રણિપાતાદિ કરવાં. આ પ્રણામાદિ સંશુદ્ધ હોવા જોઈએ. કેમ કે અસંશુદ્ધને અહીં સ્થાન જ નથી. કેમ કે તેવા પ્રણામાદિ તે યથાપ્રવૃત્તિકરણના ભેદરૂપ હાઈ તેમનામાં ગબીજેપણું ઘટે નહિ. કેમ કે તેવા પ્રણામ મુક્તિ-ફળના દાતા બની શકતા નથી. જ્યારે ગબીજ તે અવધ્ય છે, અવશ્ય મુક્તિફળની ભેટ ધરનારું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org