SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ચૌદ ગુણસ્થાન આ દરોયની અન્ન-પાણી-ઔષધ-વસતિ આદિ આપવા દ્વારા સેવા કરવી તે ૧૦ પ્રકારની વૈયાવૃત્ય કહેવાય. (૫) ૯ પ્રકારે બ્રહ્મચર્ય ગુપ્તિ : ગુપ્તિ એટલે રક્ષાના ઉપાય. તે ૯ છે. ૧૦ વસહિ:સ્ત્રી પશુ પંડક (નપુ) વિના સ્થાને (વસતિમાં રહેવું. ૨. કથાત્યાગ : કેવળ સ્ત્રીઓને, એકલા સાધુએ ધર્મકથાદિ ન કરવા. તેમનાં રૂપાદિની વાત ન કરવી. ૩. નિષદ્યા : સ્ત્રી સાથે એક આસને ન બેસવું તથા બેઠેલા આસને બે ઘડી પણ ન બેસવું. સીએ પુરુષના વાપરેલા આસને ૪. પ્રહર સુધી ન બેસવું. ૪. ઈન્દ્રિય ઃ સ્ત્રની ચક્ષુરાદિ ઈન્દ્રિય તથા ઉપલક્ષણથી અંગે-- પાંગ વગેરેને ન જેવાં. ૫. કુડયન્તર : કુહીં એટલે ભીત. સ્ત્રીપુરુષની વિકાર વાત. સાંભળી શકાય તેવા ઓરડામાં ભીંતના આંતરે નહિ બેસવું. ૬. પૂર્વજોડિત : પૂર્વકૃતભેગોને યાદ ન કરવા. ૭. પ્રણીતભેજન : માદક આહાર ન કર. ૮. અતિભેજનઃ ઋણ પણ અતિ ન ખાવું. ૯૮ વિભૂષા : સ્નાન-વિલેપન-કેશ–નખ સમારવા વગેરે વિભૂષા કહેવાય. તે બધું શરીરશેભા માટે ન કરવું કેમ કે તેનાથી પર વિકાર જાગવા સંભવ રહે છે એથી સ્વ–પર ઊભયને નુકસાન થાય છે. (૬) ૩ પ્રકારે જ્ઞાનાદિ ગુણે : દ્વાદશ અંગ-ઉપાગ વગેરે. જિનેક્ત શ્રુત તે જ જ્ઞાન તવરૂપ વસ્તુમાં શ્રદ્ધા તે જ દર્શન. અને. સાવઘવ્યાયારથી નિવૃત્તિ તે જ ચારિત્ર. (૭) ૧૨ પ્રકારે તપઃ (આગળ કહેવાશે. (૮) ૪ પ્રકારે કોધાદિ નિગ્રહ : ક્રોધ, માન, માયા લેભ. એ ચારે ય ઉદયભાવને નિષ્ફળ કર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy