________________
૨૯૮
ચૌદ ગુણસ્થાન ,
૨. સાગપણે -કથા કરવી નહિ. ૩. પૂર્વ ક્રિડાનું સ્મરણ કરવું નહિ. ૪. સ્ત્રીનાં અંગોપાંગાદિને રાગાદિથી જેવાં નહિ. ૫. સ્નિગ્ધ આહાર, અતિ આહાર વર્જ.
૧. સ્ત્રી, નપુંસક અને ભેંસ, ઘડી વગેરે પશુઓ જ્યાં હોય તેવા સ્થાનમાં વસવું નહિ. તેમનાં આસનેને ત્યાગ કરે. તથા ભીંતના આંતરાવાળા, જ્યાં ગૃહસ્થાશ્રમી વસતા હોય તેવા સ્થાને પણ રહેવું નહિ.
૨. અમુક દેશની સ્ત્રી આવી હોય, તેના પહેરવેશની કે ભાષાની ગતિની, લટકાની વગેરે વાત કરવી કે જેનાથી ચિત્તમાં વિકારે પેદા થાય.
૩. સાધુએ પૂર્વે ગૃહસ્થપર્યાયમાં સ્ત્રીની સાથે મૈથુન સેવ્યું હેય. તેનું સ્મરણ કરવું નહિ તેમ કરવાથી વિકારો વધુ જાગે છે.
૪. સ્ત્રનાં અંગોપાંગને આશ્ચર્યવશ થઈ ફાટી આંખે જેવા નહિ. શગાદિ વિના માત્ર દષ્ટિથી સહસા જેવાઈ જાય તે દુષ્ટ નથી.
૫. સ્નિગ્ધ આહાર તેમ જ લુખે પણ આહાર ગળા સુધી નહિ. ખાવે. આમ કરવામાં વીર્યનું અતિ પિોષણ થાય છે તેથી પ્રગટતા વિકારથી પીડાતે મૈથુન સેવવા સુધીનું અધમ પાપ કરી બેસે છે. અક્ષ આહારની અતિશયતા પણ શરીરમાં રોગાદિ ઉત્પન્ન કરે છે. પાંચમા મહાવ્રતની પાંચ ભાવના :
સ્પર્શદિ ૫ વિષયની ભાવના કહી છે.
ભેગવવાથી રાગ ઊપજે તેવા મનહર સ્પર્શ-ગ-રૂપ અને. શબ્દ એ પાંચ ઈન્દ્રિયના વિષયમાં અતિ આસકિત કરવી નહિ. તથા. એ પાંચ ઈન્દ્રિયેના વિષય-અનિષ્ટ મળે ત્યારે દ્વેષ પણ કરે નહિ..
અહીં પાંચ મહાવ્રતની ૨૫ ભાવનાનું વિવેચન પૂર્ણ થાય છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org