________________
૨૫
ચૌદ ગુણસ્થાન - દરેક અનુષ્ઠાન મેક્ષાનુષ્ઠાન ત્યારે બને જ્યારે તે ઉપયોગ-સ્મૃતિ એકાગ્રતાપૂર્વકનું હેય.
૫. અનાદર : સામાયિક કરવામાં અનુત્સાહ.
નિયમિત ન કરવું, કરવું તે વેઠ ઉતારવા જેવું કરવું, સમય થતાં પહેલાં મારી દેવું ઈત્યાદિ.
અહીં બધે ય અનામેગાદિથી કે વતસાપેક્ષતાથી અતિચાર સમજ અન્યથા તે વ્રતભંગ જ ગણાય.
પ્ર. અવિધિથી સામાયિક કરવા કરતાં ન કરવું શ્રેષ્ઠ નહિ?
ઉ. આવા વચનને ઉત્સુત્રવચન કહ્યું છે. કેમ કે અવિધિથી કરનારને નાનું પ્રાયશ્ચિત્ત આવે છે, જ્યારે નહિ કરનારને મોટું પ્રાયશ્ચિત્ત આવે છે. કેમ કે નહિ કરનાર જિનાજ્ઞાને ભેજક બને છે.
શ્રદ્ધાસંપન્ન આત્મા વિધિપૂર્વક સઘળું અનુષ્ઠાન કરે છતાં સામગ્રીના અભાવે તેને અવિધિ અનુષ્ઠાન કરવું પડે તે ય તે વિધિને કટ્ટર પક્ષપાતી તે હોય જ. માટે કહ્યું છે કે, અનુષ્ઠાનમાં વિધિપાલકે ધન્ય છે. વિધિપક્ષપાતી પણ ધન્ય છે. વિધિ બહુમાનકારક પણું ધન્ય છે. અરે! વિધિમાર્ગને દુષિત નહિ કરનારા પણ ધન્ય છે. નિકટમુક્તિગામી ને વિધિને સતત આદર હોય છે. વિધિ-ત્યાગ અનાદર વગેરે પ્રાયઃ અભવ્ય–દુર્ભાગ્યને હોય છે. અવિધિ દોષ “
મિચ્છામિ દુક્કડં” નામના બીજા પ્રાયશ્ચિત્તથી નિવારી શકાય તે સામાન્ય છે માટે અવિધિપૂર્વકની ક્રિયા પણ અભ્યાસકાળમાં ઉપાદેય જ છે. * વત–પાલના પાલનથી હિતાહિત :
(૧) લાખ ખાંડી સોનાનું નિત્યદાન કરનાર કરતાં ૧ સામાયિક કરનાર ચડી જાય છે. (૨) બે ઘડીના સામાયિકથી શ્રાવક ૯૨ ક્રોડ, ૫૯ લાખ, ૨૫ હજાર ૯૨૫ પનું દેવાયું બાંધે. (દર મિનિટે લગભગ ૨ ક્રોડ પ.નું) સામાયિકના ફળ અંગે સમતાધિકાર જોઈ લેવા ભલામણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org