________________
ચોદ ગુણસ્થાન
૧૮૯ (૩) સંકલ્પપૂર્વક હિંસા નહિ કરવાના નિયમથી સાબિત થાય છે કે તેને ઇરાદાપૂર્વકની અનુબંધ હિંસાને ત્યાગ થાય છે પણ આરંભથી થતી હિંસાને ત્યાગ તેના નિયમમાં આવતું નથી. માત્ર આરંભજન્ય હિંસામાં શ્રાવકે બને તેટલી જયણું સાચવવી એ નિશ્ચિત થયું.
(૪) અને કારણ વિના (અપેક્ષા વિના) હિંસા કરવી નહિ એવા નિયમથી નક્કી થયું કે નિરપરાધી છતાં કામ ન આપે તેવા ઘોડા વગેરે નિરંકુશ–તેફાની પશુઓની કે અવિનીત અસદાચારી પુત્રાદિ પરિવારની વધ બંધનાદિ હિંસા તેમના હિતને અનુલક્ષીને કરવી પડે.” માટે તેને ત્યાગ શ્રાવકને થઈ શકતા નથી એમ કહ્યું.
આમ હોવાથી જ ઉત્કૃષ્ઠ શ્રાવકને પણ ૨૦ માંથી ૧ વસે જેટલી. જ જીવદયા પળાય છે. જ્યારે જઘન્ય કેટિને સાધુ વીસેય વસાની. જીવદયા પાળતા હોય છે. આ ઉપરથી સમજી શકાશે કે ઊંચામાં ઊંચી કેટિને શ્રાવક પણ માત્ર ૧ વસાની જીવદયા પાળી શકે છે, તેથી વધુ તે નહિ જ. આ વાત જેના ખ્યાલમાં આવી જાય તે કદાપિ એમ ન કહે કે સંસારમાં રહીને પણ ઉત્કૃષ્ટ કેટિનું જીવન પાળી શકાય છે. માટે સાધુપણું લેવાથી કાંઈ વિશેષ નથી.
૨૦ વસાની પૂર્ણ જીવદયામાંથી શ્રાવક ૧૫ વસાની જ જીવદયા કેમ પાળે છે તે જોઈએ.
પૂર્વે આપણે જોયું કે શ્રાવક સ્થાવર જીવની દયા પાળવાની પ્રતિજ્ઞા કરતા નથી.
સાધુ તે ત્રસ અને સ્થાવર બેય જીની દયા પાળે છે એટલે. તેમને ત્રસની દયાના ૧૦ અને સ્થાવરની દયાના ૧૦ એમ ૨૦ વસા (વસા એટલે આધુનિક ભાષામાં “માર્કસ– ટકા હશે ) મળે છે. જ્યારે શ્રાવકને ત્રસની દયાના ૧૦ વસા પ્રાપ્ત થાય છે.
ત્રસની હિંસા પણ સંકલ્પપૂર્વક થાય છે અને સંકલ્પ વિના આરંભાદિ કરતા થઈ જાય છે. સાધુ તે સંકલ્પથી હિંસા નથી કરતા. અને આરંભાદિથી (સંકલ્પ વિના) પણ નથી કરતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org