________________
ચૌદ ગુણસ્થાન
૧૮૩
અહિંસા-સત્ય- અસ્તેય- બ્રહ્મચર્ય અને અપરિગ્રહ નામના પાંચ અણુવ્રત કહ્યા છે.
અણુવ્રત એટલે સાધુના મહાવ્રતની અપેક્ષાએ નાનાં વ્રત અથવા સાધુના મોટા ગુણસ્થાનની અપેક્ષાએ ૫ મું ગુણસ્થાન નાનું છે માટે તેના વ્રતે પણ નાના–વ્રત અણુવ્રત કહેવાય.
અથવા આ અણુ એટલે અનુ.
અનુ = પશ્ચાત્ – પછીથી–ઉપદેશક ગુરુગ્ય આત્માને પ્રથમ તે મહાત્ર ઉચ્ચારવારૂપ સર્વવિરતિ સાધુજીવનના સ્વીકારને જ ઉપદેશ આપે. ત્યાર પછી જે ઉપદેશકને એમ લાગે કે, “સર્વવિરતિ સ્વીકારવામાં તે વ્યક્તિ અસમર્થ છે” તે પછી (સન) તેને સ્થળવિરતિરૂપ શ્રાવકધર્મની વાત કરે. આથી જ આ સ્થળવિરતિરૂપ વ્રતને અનુવ્રત” ( અનુ = પશ્ચાત્ ) કહેવામાં આવે છે. - સર્વવિરતિધર્મરૂપ મહાવ્રતમાં તે મન-વચન-કાયાથી સાવ ઘગ સેવવાનું, સેવડાવવાનું અને સેવતાની અનુમોદના કરવાનું ત્રિવિધ ત્રિવિધ પચ્ચખાણ હોય છે એટલે મહાવ્રતને વિવિધ ત્રિવિધ એક જ ભાગો (વિકલ૫) હોય છે. જ્યારે અણુવતેમાં તેમ નથી. અહીં તે “ધિવિધ-ત્રિવિધ વગેરે છ ભાંગા થાય છે.
આવશ્યકસૂવ નિયંતિની ૧૫૫૭મી ગાથામાં કહ્યું છે કે સામાન્યતઃ શ્રાવકે બે પ્રકારના હોય છે. એક તે અભિગ્રહવાળા (આનંદ-કામદેવ) જેવા વ્રતધારી) અને બીજો અભિગ્રહ વિનાના (કૃષ્ણ શ્રેણિક વગેરે જેવા વ્રતરહિત.)
આમાં અભિગ્રહવાળા વ્રતધારી શ્રાવક ૭ પ્રકારના થાય છે. જ્યારે અભિગ્રહ વિનાના અવિરતિ શ્રાવક એક જ પ્રકારના છે.
એટલે કુલ ૮ (૭ + ૧) પ્રકારના શ્રાવકે છે.
પૂર્વે કહ્યા મુજબ છ ભાગમાંથી ગમે તે ભાગે અણુવ્રત ઉચ્ચારી ૬ પ્રકારના ત્રતધારી શ્રાવક થયા. વળી ૩ ગુણત્રત અને ૪ શિક્ષાત્રતરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org