________________
૧૩
ચોદ, ગુણસ્થાન જે તે ક્રિયાદિને યત્ન કરવામાં ન આવે તે તે અશુભકર્મોને ઉદય થઈ જતાં સમ્યકત્વાદિ ઉચ્ચારતાં જે શુભ પરિણામ હોય તે ય નષ્ટ થઈ જાય છે.
ક, સમ્યકત્વને કે વિરતિનું પરિણામ પ્રગટયા વિના તેનું ગ્રહણ થાય શી રીતે?
ઉ. ગુદિના વેગે થયેલા શસ્ત્રશ્રવણાદિ બાહ્ય નિમિત્તોથી જીવ. તે તે પરિણામ વિનાને લેવા છતાં સમ્યક્ત્વ કે વ્રતાદિનું ગ્રહણ કરે છે. આગમમાં પણ કહ્યું છે કે, “ભવ ચકમાં જીવ દ્રવ્યથી અનંતીવાર શ્રાવકાદિપણું પ્રાપ્ત કર્યું છે. આ ઉપરથી એમ કહેવાય કે પરિણામ વિના પણ તે વ્રતાદિનું ગ્રહણ થઈ શકે છે. પછી વિધિપૂર્વક તે. વ્રતાદિનું પાલન કરવામાં આવે તે તે તે આવારક કર્મને ક્ષયપ થઈ જતાં પરિણામ પ્રગટી જાય છે. આમ ક્રિયા કરવાથી અછતાં પરિણામ પણ પ્રગટી શકે છે અને તે યત્ન ન કરવાથી પ્રાપ્ત પરિણામે, પણ નષ્ટ થાય છે માટે ગ્રહણ કરેલા સમ્યકૃત્વ કે અણુવ્રતાદિનું નિત્ય સ્મરણ કરવું જોઈએ. અંગીત સમ્યક્ત્વાદિનું બહુમાન કરવું જોઈએ. તેના પ્રતિપક્ષી મિથ્યાત્વાદિનું હેય રૂપે ચિન્તન કરવું જોઈએ. અને પ્રાપ્ત કરેલા દ્રવ્ય ગુણસ્થાનથી ઉપરના ગુણસ્થાનની પ્રાપ્તિ માટે તલપવું જાઈએ.
ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજાએ પણ સમ્યક્ત્વાદિના પરિણામ ન હોવા છતાં ગુરુ પાસે સમ્યક્ત્વાદિને સ્વીકાર કરવાનું જણાવ્યું છે..
સઘળી ક્રિયામાં અભ્યાસથી જ કુશળતા પ્રગટે છે.
લૌકિક–વ્યવહારમાં પણ આ બાબત સર્વાનુભાવસિદ્ધ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, “જીવ આ જન્મમાં ગુણ કે દેષને જે જે અભ્યાસ કરે છે, તે તે અભ્યાસના યોગે પરલેકમાં તે તેવા તેવા ગુણે કે. દેને પ્રાપ્ત કરે છે.”
આપણે પૂર્વે જેયું કે ૧૨ વ્રતમાંથી એકાદ વ્રતનું પણ પાલન હોય તે જ તે સમ્યક્ત્વી આત્મા દેશવિરત શ્રાવક કહેવાય છે, તેમનામાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org