________________
૧૭*
ચૌદ ગુણસ્થાન
પ્ર. ૪થા ગુણસ્થાના અવિરત સમ્યગ્યદૃષ્ટિને તમે અવિરત શ્રાવક કેમ કહે છે ? શ્રાવક તે દેશવિરત જ હોય. અને તે અવશ્ય પાંચમે ગુણસ્થાને જ હેય. જે જીવ અવિરત છે તે તે શ્રાવક હોઈ શકે જ નહિ, અને જે શ્રાવક હોય તે તેને અવિરત કહેવાય નહિ. છતાં. અવિરત-શ્રાવક-ધર્મ એવું ધર્મનું વિરોધાભાસી વિશેષણ કેમ આપ્યું છે?
ઉ. ૫ મા ગુણસ્થાનકની દેશવિરતિ શ્રાવકની કક્ષાને ખેંચી : લાવનાર ૪થા ગુણસ્થાનની જિનપૂજા, વ્રત-પચ્ચ. રૂપ દ્રવ્યવિરતિની ક્રિયાઓ બને છે માટે તેવી ક્રિયાઓ કરનાર ૪ થા ગુણસ્થાનના અવિરત સમ્યગ્દષ્ટિને શ્રાવક કહી શકાય. આ હકીકત વ્યવહારનયથી કારણમાં કાર્યોપચાર કરીને સમજવી. આથી જ ધર્મ સંગ્રહકારે કહ્યું છે કે સમ્યકત્વને અંગીકાર કરનારે શરૂઆતથી જ સમ્યકત્વની શુદ્ધિ, માટે અને વિરતિના અભ્યાસ માટે ધર્માનુષ્ઠાને કરવાં જોઈએ.
શ્રાદ્ધવિધિ ગ્રન્થની ટીકામાં પણ પૂ રત્નશેખરસૂરિજી મહારાજાએ, આ સંબંધમાં કહ્યું છે કે “આત્માએ (૧) મિથ્યાત્વના કાર્યોને ત્યજી દેવા જોઈએ, (૨) પ્રતિદિન ત્રિકાળ જિનપૂજાદિ-છેવટે એકવાર પણ જિનપૂજાદિ કરવાં અને દેવવંદન-ચૈત્યવંદન કરવું, (૩) જ. થી એકવાર પણ ગુરુ પાસે જઈને દ્વાદશાવર્તાદિ વંદન કરવું. ગુરુને ચેગ ન મળે તે પણ તેમને નામે ચ્ચાર કરીને જ ભાવવન્દન. કરવું. (૪) વળી અષાઢ માસીમાં રજ અને શેષકાળમાં પાંચ પર્વતિથિએ થાશક્તિ અષ્ટપ્રકારી જિનપૂજા કરવી ઇત્યાદિદેવગુરુ-સંબંધિત અનેક ધર્માનુષ્ઠાન કરવાનું કહ્યું છે. તે સિવાય નવપદજી. વગેરે નિમિત્તને કાઉસગ્ગ, ઓછામાં ઓછા ૩૦૦ કને સ્વાધ્યાય જ. થી, નમુક્કાર સહિત પખાણ, સાંજે ચૌવિહારાદિનું પચ્ચખાણપ્રતિક્રમણ સામાયિક વગેરે સ્વશક્તિ અનુસાર કરવાને નિયમ કરવાનું જણાવેલ છે. આ રીતે ૪ થા ગુણસ્થાને અવિરત સમ્યગદષ્ટિ (શ્રાવક)ને વિરતિધર્મને અભ્યાસ કરવાનું વિધાન કર્યું છે.
પ્ર. વિરતિના પરિણામ વિના જ પચ્ચખાણ પ્રતિક્રમણ વગેરે વિરતિ-કાર્યો કરવાનું કહેવામાં આવે તે પછી ગુણસ્થાનની મર્યાદ
વીકના
જણાવેલ સામાયિક પગે સારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org