________________
૧૩૬
ચોદ ગુણસ્થાન કહેવાય છે. ક્ષક અહીં શેષ રહેલ સંજવલન લેભને સર્વથા ક્ષય કરે છે જ્યારે ઉપશામક સર્વથા ઉપશાન્ત કરે છે.
૧૧. ઉપશાન્તકષાય-વીતરાગ છગ્ન-ગુણસ્થાનક : આ ગુણસ્થાને જેણે ૨૧ ય મેહનીયકર્મની પ્રકૃતિને ઉપશાન્ત કરી છે તે જ ઉપશમ શ્રેણિવાળા છ આવી શકે છે. ક્ષપકશ્રેણિ માંડનારા અહીં ન આવતા ૧૦ મેથી સીધા ૧૨ મે ગુરથાને ચાલી જાય છે.
આત્માના જ્ઞાનાદિ ગુણોને ઘાત કરનાર જ્ઞાનાવરણીયાદિ કર્મના ઉદયને જ કહેવાય છે. ઘાતી કર્મના ઉદયવાળા જીવે છઘસ્થ કહેવાય છે. ૧૨મા ગુણસ્થાનના અંતિમ સમયે ઘાતી કર્મો નષ્ટ થાય છે, માટે ૧૨ ય ગુણસ્થાનના જ છદ્મસ્થ કહેવાય છે. એમાં ૧૦માં ગુણસ્થાન સુધી મેહનીય કમને ઉદય તે માટે ૧૦ ગુણસ્થાનના છદ્વસ્થ જીવે રાગી કહેવાય છે. ૧૦ માના અંતે મેહ કર્મને સર્વથા ઉપશમભાવ કે ક્ષણભાવ થાય છે એટલે ૧૧મા-૧૨માં ગુણસ્થાને રાગ-દ્વેષને ઉદયભાવ ન હોવાથી વીતરાગ બને છે. એથી ૧૧ મા ૧૨ મા ગુણસ્થાનના છદ્મસ્થ જીવને વીતરાગ છદ્મસ્થ” કહેવાય છે.
આમ આ બે ય ગુણરથાનના જ વીતરાગ-છદ્મસ્થ કહેવાય છે એટલે તેમને ભેદ પાડવા ૧૧મા ગુણસ્થાનના વીતરાગ છવાસ્થને ઉપાશાતકષાય વીતરાગ છદ્મસ્થ કહેવાય છે. કેમ કે તેમના આત્મામાં સત્તામાં પડેલા મહ. કર્મને તેમણે સર્વથા ઉપશાન્ત કરી ચૂક્યા છે.
જ્યારે ૧૨ મા ગુણના છાએ તે મેહકર્મના એક પણ કણિયાને સત્તામાં રહેવા જ નથી દીધું માટે તે વીતરાગ. છદ્મસ્થને ક્ષીણકષાય વીતરાગ-છદ્યસ્થ કહેવામાં આવે છે. આ રીતે આ બે ગુણસ્થાનના જીવોના વિશેષણભેદથી ભેદ પડી જાય છે.
આ ગુ સ્થા.ના જીવે સત્તામાં રહેલા સઘળા મેહ કર્મને સર્વથા ઉપશાન્ત કરી દીધું છે. એને અર્થ એ છે કે એ કર્મ ઉપર સંક્રમણ ઉદ્વર્તનાદિ કરો, વિપાકોદય કે પ્રદેશદય કાંઈ પણ પ્રવર્તતું નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org