________________
૧૩૪
ચૌદ ગુણસ્થાન
કહ્યું છે. ૧ લા સમયના એ ઉ. અધ્ય.સ્થાનથી બીજા સમયનું જ. અ સ્થાન અનંતગણુ-વિશુદ્ધ છે. તેનાથી એ જ બીજા સમયનું ઉ. અ. સ્થાન અનંન–ગુણવિશુદ્ધ છે એમ યાવત્ અપૂર્વકરણ ગુ.સ્થાના ચરમ સમય સુધી કહેવું.
આ ઉપરથી આપણે જોયું કે આ ગુ.સ્થાનના દરેક સમયમાં રહેલા છાના અધ્ય. સ્થા. અસં. કાકાશ પ્ર. પ્રમાણ છે.
અપૂર્વકરણ ગુણસ્થાનના ૧ લા સમયને એક સાથે સ્પર્શતા જીના અધ્યસ્થાનમાં પણ પરસ્પર જે તરતમતા છે તે ૬ પ્રકારની છે. કેઈ એક જીવના અધ્ય.સ્થાનથી એ જ સમયને સ્પર્શતા અન્ય જીમાંના કેટલાકના અધ્ય. અનંતભાગવૃદ્ધ કેટલાકના અસંખ્ય ભાગવૃદ્ધ, કેટલાકના સંખ્યાતભાગવૃદ્ધ, કેટલાકના સંખ્યાતગુણવૃદ્ધ, કૈટલાકના અનંતગુણવૃદ્ધ અધ્ય. હોય છે. એટલે કે એક જીવની વિશુદ્ધિની અપેક્ષાએ કેટલાક જીવની વિશુદ્ધિ પણ જીવની વિશુદ્ધિથી, અનંતમાભાગની જેટલી વધુ, કેટલાકની વિશુદ્ધિ એ જીવની વિશુદ્ધિની. અસંખ્યાતભાગ જેટલી વધુ યાવત્ કેટલાક જીવની વિશુદ્ધિ એ જીવની વિશુદ્ધિથી અનંતગુણું વધુ જોવા મળે છે. આ રીતે આ ગુણસ્થાનના કોઈ પણ એક સમયમાં રહેલા અસં. અધ્ય. સ્થા. માં પરસ્પરની જીવ-વિશુદ્ધિ ઉપરોક્ત રીતે ષટ્રસ્થાનપતિત હોય છે.
અહીં આ ૬ પ્રકારનું પરસપર તારતમ્ય હોવાથી જ આ ગુણસ્થાનને નિવૃત્તિ (તારતમ્ય) ગુણસ્થાન પણ કહેવાય છે.
૯. અનિવૃત્તિ બાદર સંપરાય ગુસ્થાનક આ ગુ સ્થા માં એકીસાથે પ્રવેશતા જીની વિશુદ્ધિમાં અપૂર્વ ગુ.સ્થા ની માફક વિશુદ્ધિનું તારતમ્ય નથી લેતું, માટે અનિવૃત્તિગુણસ્થાન કહેવામાં આવે છે. અહીં એક જ સમયના સઘળા જીવોની વિશુદ્ધિ એક સરખી હોવાથી સઘળાય જવાનું એક જ અધ્ય.સ્થા. થાય છે.
પ્રથમ સમયના સઘળા જ બીજા સમયે સ્પર્શે છે ત્યારે તેમની બધાની વિશુદ્ધિ અનંતગુણ થઈ જાય છે. એટલે કે પહેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org