________________
ચૌદ ગુણસ્થાન
૧૨૭
અહીં રહેલે આત્મા કઈ પણ એક-બે યાવત્ બાર વ્રતવિષયક અનુમતિ સિવાયના સાવદ્યગને સ્કૂલથી ત્યાગ કરે છે.
દેશવિરત શ્રાવક દેશવિરતિભાવની અવસ્થામાં ગમે તેટલી ઊંચી કક્ષા પામે તે ય તે સાવદ્યાગના અનુમતિ વ્યાપારથી સર્વથી મુક્ત થઈ શકતો નથી, માટે જ અહીં અનુમતિ સિવાયના સાવદ્યચોગને ત્યાગ કહ્યો છે.
અનુમતિ ૩ પ્રકારની છે. ૧. પ્રતિસેવનાનુમતિ ૨. પ્રતિશ્રાવણનુમતિ ૩. પ્રતિ સેવાસાનુમતિ.
૧. પ્રતિસેવનાનુમતિ : પોતે કે બીજાએ કરેલા પાપકાર્યને જે જે વખાણે તથા સાવદ્યારંભથી તૈયાર કરેલા ભેજનને ખાય ત્યારે તેને પ્રતિસેવનાનુમતિ દેષ લાગે
૨. પ્રતિશ્રવણનુમતિ: પુત્રાદિએ કરેલા હિંસાદિ સાવધ કાર્યને -વખાણે, તેને સંમત થાય, નિષેધ ન કરે ત્યારે પ્રતિશ્રવણનુમતિ દેષ લાગે છે.
૩. પ્રતિસંવાસાનુમતિઃ હિંસાદિ સાવઘ કાર્યમાં પ્રવૃત્ત થયેલા પુત્રાદિમાં મમત્વ રાખે પણ તેના પાપ-કાર્યને સંભાળે નહિ કે -વખાણે પણ નહિ ત્યારે પ્રતિસંવાસનુમતિ દેષ લાગે છે.
આમા સંવાસાનુમતિ સિવાયની બે ય અનુમતિ આદિ સર્વ પાપવ્યાપારને જે ત્યાગ કરે તે ઉત્કૃષ્ટ શ્રાવક કહેવાય છે. જ્યારે તે -સંવાસાનુમતિને પણ ત્યાગ કરી દે ત્યારે તે સર્વવિરત સંયત કહેવાય છે.
આ ગુણસ્થાનકે અવિરત સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ અનતગુણ વિશુદ્ધિ હોય છે. સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી આરંભીને ઉત્તરોત્તર વધતી વિશુદ્ધિને પ્રાપ્ત કરે તે પૂર્વક વિશુદ્ધિનાં અનેક સ્થાને પર આરૂઢ થાય છે અને અપ્રત્યાખ્યાનાવરણીય કષાયને ક્ષયપશમ કરે છે, તેથી તેને અલ્પઅલ્પ પાપ વ્યાપારને ત્યાગ કરવાની બુદ્ધિ થાય છે. આ અંગે વિશેષ વિવેચન આગળ કરશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org