________________
ચૌદ ગાથાને
૧૧૭
માને છે, કર્મને કર્તા માનતું નથી. (આ અંગે આગળ ઉપર વિચારણા આવશે)
(૪) આત્મા (કમને ભક્તા છે : આત્મા જે કાંઈ કર્મ બાંધે છે તે બધું ય કર્મ પ્રદેશ દ્વારા તે અવશ્ય ભેગવે છે. રસ દ્વારા ભગવે અને ન પણ ભેગવે. સામાન્યતઃ કર્મને ભેગ સુખદુઃખાદિના અનુભવ દ્વારા થાય છે. અન્ય ધર્મમાં પણ કહ્યું છે કે, “કાટિશત ક૯ જાય તે પણ ભોગવ્યા વિના કર્મ ક્ષય પામતું નથી.” (આપણે અહીં પ્રદેશથી ભેગવવાની વાત ધ્યાનમાં રાખીને આ વાત ઘટાવવાની છે.)
(૫) આત્માને મોક્ષ થાય છે. કર્મથી બંધાએલા આત્માને કર્મથી મોક્ષ (મુક્તિ) થઈ શકે છે. કર્મની વિટંબણાઓથી મુક્ત થઈ શકાય છે તેમ કર્મને જન્મ દેતાં રાગાદિ શુભાશુભ ભાવથી પણ મુક્ત થઈ શકાય છે.
જે કોઈ આત્મા છેડા પણ અજ્ઞાનથી મુક્ત છે, બીજે આત્મા તેનાથી વધુ અજ્ઞાનથી મુક્ત છે, ત્રીજે આત્મા તે બેયથી વધુ અજ્ઞાનથી મુક્ત હેઈને મહાજ્ઞાની છે, તે જરૂર એક એવી અવસ્થા પણ પ્રાપ્ત થઈ શકે છે. ત્યાં સર્વ અજ્ઞાનથી મુક્ત બની જવાય.
એ જ રીતે અન્ય આત્મગુણે સંબંધમાં સમજવું.
આ સ્થાન બૌદ્ધમતનું ખંડન કરે છે કેમ કે તેઓ માને છે કે જેમ દવે બુઝાઈ ગયા પછી કશું રહેતું નથી તેમ આત્માનું નિર્વાણ થયા પછી કાંઈ જ રહેતું નથી તેઓના ધર્મગ્રન્થમાં કહ્યું છે કે, - જેમ તેલ ખૂટી જતાં બુઝાઈ ગયેલે દીપક પાતાળમાં, આકાશમાં, દિશા કે વિદિશામાં ક્યાંય જતે નથી માત્ર શાન્ત થઈ જાય છે, તેમ જીવનું નિર્વાણ થવાથી તેની પણ બુઝાયા દીપક સમી અવસ્થા થાય છે.”
આ બૌદ્ધોનું દીવાનું દષ્ટાન્ત પણ અહીં સંગત નથી. કેમ કે કરી બુઝાયા પછી સર્વથા નાશ પામતે જ નથી કિન્તુ દીવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org