SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ચૌદ ગુણસ્થાન ૮. કવિ : વિશિષ્ટ પ્રકારનાં કાવ્યો રચવાની શક્તિથી વિભિન્ન ભાષામાં કાવ્યગ્રન્થરચયિતા–પૂ. સિદ્ધસેનસુરિજી મહારાજા-જેએ પિતાની કાવ્ય-રચનાથી મહારાજાઓને પ્રભાવિત કરી દઈને ધમી બનાવે તેવા પંડિત પુરુષો કવિ પ્રભાવક કહેવાય. આપણા ગ્રન્થકાર પરમર્ષિએ અન્યત્ર જણાવ્યું છે કે જે કાળમાં આવા પ્રભાવકો ન હોય તે કાળમાં જિનાજ્ઞાપાલન કરનારા પ્રભાવક કહેવાય છે. “જબ નવિ હોવે પ્રભાવક એહવા, તવ વિધિપૂર્વક અનેક, યાત્રા પૂજાદિક કરશું કરે, તેહ પ્રભાવક છેક” પાંચ ભૂષણ : ૧ જૈન શાસનમાં કુશળતા ૨. પ્રભાવના ૩. તર્થસેવા ૪. સ્થિરતા પ. ભક્તિ. ૧. જનશાસન-કૌશલ્ય : જિનાગમના વિધવચનાદિ અનેક પ્રકારના વચન-વાક્યો છે તે તે વચનેને અનુસરી દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવપૂર્વક તે વ્યવહાર કરે તેને જૈન પ્રવચનમાં- શાસનમાં નિપુણતા કહી છે. ૨. પ્રભાવના : આઠે ય પ્રભાવકોની પ્રભાવના–આ પ્રભાવના સ્વ-પર હિત કરનારી છે તથા જિન-નામકર્મનું કારણ છે માટે સવમાં તેની પ્રધાનતા જણાવવા માટે પાંચ ભૂષણમાં ફરી ગણવામાં આવી છે. ૩. તીર્થસેવા : દ્રવ્ય અને ભાવ બે પ્રકારનાં તીર્થો હોય છે. જિનેશ્વરદેવની કલ્યાણક ભૂમિઓ તથા શત્રુંજયાદિ દ્રવ્યતીર્થ કહેવાયઆ તીર્થોની સ્પર્શનાથી સમ્યક્ત્વ સ્થિર થાય છે. તેમ જ જ્ઞાનાદિ રત્નત્રયીના આધારભૂત શ્રી શ્રમણ સંઘ અથવા પ્રથમ ગણધર તે ભાવતીર્થ કહેવાય. ૪, સ્થિરતા : જિન-ધર્મમાં અન્ય આત્માઓને સ્થિર કરવા અથવા અન્યદર્શનીના ચમત્કારાદિ જેવા છતાં જિન-ધર્મથી ચલાયમાન ન થવું તે સ્થિરતા કહી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy