________________
ઉત્તરાયયન સુત્ર - (૪૬) હે ક્ષત્રિય! સોનું, રૂપું, મણિ, તીઓ, કાંસુ, વસ્ત્રો, વાહને અને
ભંડાર વગેરે વધારીને જા. (૪૭) આ અર્થને અવધારીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ દેવેન્દ્રને
આ પ્રમાણે કહ્યું : (૪૮) કલાસપર્વત જેવડા, સોના અને રૂપાના અસંખ્ય પર્વતો કદાચ આપવામાં
આવે તો તે પણ) એક લેભીને માટે પૂરતા નથી. કારણ કે ઈચ્છાઓ ખરેખર આકાશ જેવી અનંત છે. (આશાને પાર પમાતો જ નથી. એક પુરાણું ન પુરાણું કે બીજી અનેક જાગે છે.
નોંધ : તૃષ્ણની ખાડ જ એવી વિચિત્ર છે કે જેમ જેમ તેમાં ભરતી - થાય તેમ તે ખાડ ઊંડી ને ઊડી જાય. તૃણું આવી કે પાસેનાં સાધને અપૂર્ણ દેખાય. સંતેષ આવ્યું કે દેખીતું દુ:ખ ભાગ્યું એટલે સાધને બધાં સુખદ સ્વયં બની રહે. (૪૯) આખી પૃથ્વી, શાલીના ચેખા, જવ, (પૃથ્વીમાં રહેલાં સર્વ ધાન્યો) પશુઓ
અને સોનું આ બધું એક (અસંતુષ્ટ મનુષ્ય)ને માટે પણ પૂરતું નથી. એમ જાણીને તપશ્ચર્યા આદરવી.
નોંધ : તપશ્ચર્યા એટલે આશાને નિરોધ. આશાને રેકી એટલે જગત - જીત્યા. આશાધારી તે આખું જગત છે. એ આશામય પ્રવૃત્તિ તે જ સંસાર છે.
અને આશા વિરહિત પ્રવૃત્તિ એ જ નિવૃત્તિ છે. (૫૦) આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા દેવેન્દ્ર નમિરાજર્ષિને
આ પ્રમાણે કહ્યું : (૫૧) હે પૃથ્વીપતિ ! અદ્ભુત એવા (મળેલા) ભોગેને તું તજે છે અને નહિ
મળેલા એવા કામોને ઈચ્છે છે. ખરેખર તું સંકલ્પથી હણાય છે. (૫૨) આ વાતને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિ દેવેન્દ્રને
ઉદ્દેશી આમ બેલ્યા. (૫૩) કામગ શલ્ય છે. કામગો વિષ (ઝેર) છે. કામભોગે કાળા નાગ જેવા
છે. કામને પ્રાર્થના કરતાં કરતાં છ બિચારા કામને પામ્યા વિના જ દુગતિમાં ચાલ્યા જાય છે.
નેધ : સંસારને આસક્ત કોઈપણ એવો પ્રાણું નથી કે જેની આશા મરતી વખતે ભોગોથી દૂર થતાં થતાં પૂર્ણ થઈ શકી હેય. આશા કે વાસના એ એ જ જન્મની દાતા છે.
ચાર કષાયનાં પરિણામ દર્શાવે છે. (૫૪) ધથી અધોગતિમાં જવાય છે. માનથી અધમગતિ થાય છે. માયા (કપટ)થી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org