________________
નમિપ્રવજ્યા
(૨૦-૨૧) શ્રદ્ધા (સત્ય પર અડગ વિશ્વાસ)રૂપી નગર, સંવર (સંયમ)રૂપી"
ભાગોળ, ક્ષમારૂપી સુદરગઢ, ત્રણ ગુપ્તિ (મન, વચન અને કાયાનું સુનિયમન)રૂપી દુઃઝઘર્ષ [દુર્જય શતની શસ્ત્ર વિશેષ), પુરુષાર્થરૂપી ધનુષ્ય, ઈર્યા [વિવેકપૂર્વક ગમનં]રૂપી દોરી અને ધીરજરૂપી ભાથું બનાવીને સત્ય
સાથે પરિમંથન (સત્યચિંતન) કરવું જોઈએ. (૨૨) કારણ કે તપશ્ચર્યારૂપ બાણોથી યુક્ત તે જ મુનિ કર્મ રૂપ બખ્તરને ભેદી. સંગ્રામમાં વિજય પામે છે અને ભવ (સંસારરૂપ બંધન)થી મુક્ત થાય છે.
ધ : બાહ્ય યુદ્ધોને વિજ્ય ક્ષણિક હેય છે. અને પરિણામે પરિતાપ જ ઉપજાવે છે. શત્રુને પોતે શત્રુ બની પોતાના બીજા અનેક શત્રુઓની પરંપરા ઉત્પન્ન કરે છે. આથી તેવા યુદ્ધની પરંપરા જન્મજન્મ ચાલ્યા કરે છે. અને તેથી યુદ્ધથી વિરામ મળતું જ નથી. અને એ વાસનાને કારણે જ અનેક જન્મ લેવા પડે છે; માટે બહારના શત્રુઓ જેથી ઉત્પન્ન થાય છે, તે શત્રુઓ કે જે હૃદયમાં ભરાઈ બેઠા છે, તેને હણવા માટે પ્રયાસ આદરવો એ જ મુમુક્ષનું કર્તવ્ય છે.
તે સંગ્રામમાં કઈ કઈ જાતનાં શસ્ત્રો જોઈએ તેની બહુ ઊંડી શોધ કરી ઉપરનાં સાધન નમિ ભગવાને વર્ણવ્યાં છે. તે યોગીનો અનુભવ આપણું જીવન. સંગ્રામમાં ક્ષણે ક્ષણે જરૂરી છે.
આ ઉત્તરથી વિસ્મિત થયેલો ઇંદ્ર ડીવાર અવાક રહ્યો. (૨૩) આ તત્વને સંભાળીને વળી હેતુ અને કારણથી પ્રેરાયેલે દેવેન્દ્ર મિરાજ
ર્ષિને આ પ્રમાણે કહેવા લાગ્યો : (૨૪) હે ક્ષત્રિય ! ઊંચા પ્રકારના બંગલાઓ, મેડીવાળાં ઘરે તથા બાલાચ
પિતિકાઓ (કીઠાનાં સ્થાને) કરાવી પછી જા. (૨૫) આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા એવા નમિરાજર્ષિ - દેવેન્દ્રને આ પ્રમાણે બોલ્યા : (૨૬) જે ચાલતાં ચાલતાં માર્ગમાં ઘર કરે છે તે ખરેખર સંદેહ ભરેલું છે.
જ્યાં જ્વાને ઈ છે ત્યાં જ શાશ્વત (નિશ્ચિત) ઘરને કરવું જોઈએ. - ધ : આ લોકનું હાર્દ બહુ ગંભીર છે. શાશ્વતસ્થાન એટલે મુક્તિ. મુમુક્ષનું યેય જે માત્ર મુક્તિ જ છે તે તે સ્થાન મેળવ્યા વિના માર્ગમાં એટલે? કે આ સંસારમાં બીજાં ઘરબારનાં બંધન શા માટે કરે ? (૨૭) આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલ દેવેન્દ્ર નમિરાજર્ષિને.
આ પ્રમાણે બોલ્યો :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org