________________
ચતુરંગીય (૧૦) મનુષ્યત્વ, શ્રવણ અને વિશ્વાસ પામ્યા પછી સંયમની શક્તિ તે દુર્લભ
જ છે. ઘણું જ સત્ય પ્રત્યે રુચિ ધરાવતા હોય છે, છતાં તેને આચરી શકતા નથી.
આ નેધ : આ સ્થળે અનિવાર્ય કર્મનું બંધન બતાવ્યું છે. અન્યથા. વસ્તુની રુચિ થયા પછી તેને આચરવા સિવાય રહી શકાય જ નહિ. (૧૧) જે મનુષ્યત્વને પામેલ છવ, ધર્મને સાંભળીને શ્રદ્ધાળુ બને છે તે પૂર્વ
કમને રોકીને તથા શક્તિ મેળવી સંયમી થઈને તપસ્વી બની કર્મને
ખંખેરી નાખે છે. (૧૨) સરળ આત્માની શુદ્ધિ થાય છે અને શુદ્ધ મનુષ્યના અંતઃકરણમાં જ ધર્મ
ટકી શકે છે. તેમ જ ક્રમશઃ તે જીવ ઘીથી સિંચાયેલા અગ્નિની માફક
શુદ્ધ થઈ શ્રેષ્ઠ મુકિતને પામે છે. (૧૩) કર્મના હેતુને જાણ (શોધી કાઢ). ક્ષમાથી કીતિ મેળવ. આમ કરવાથી
પાર્થિવ (ધૂળ) શરીરને છોડીને તું ઊંચી દિશામાં જઈશ.
નેધ : પિતાના અંતરાત્માને ઉદ્દેશીને આ કથન કહેલું છે. અથવા શિષ્યને ઉદ્દેશી ગુરુએ કહેલું છે. (૧૪) અતિ ઉત્કૃષ્ટ એવા આચારો (સંયમ)ના પાલનથી ઉત્તમોત્તમ યક્ષે (દેવ)
બને છે. તે દેવો અત્યંત શુકલ (દ્વૈત) કાંતિવાળા હોય છે. અને ફરીને ત્યાંથી જાણે પતન ન જ થવાનું હોય તેમ તેઓ માનતા હોય છે.
ધ : દેવગતિમાં એકાંત સુખ છે અને બાલવય, યુવાની તથા વૃદ્ધ અવસ્થા જેવું હતું જ નથી. તે મરણુત સુધી સમાન સ્થિતિમાં રહે છે. આ દૃષ્ટિએ શાસ્ત્રકારનું કથન છે. (૧૫) દેવોનાં સુખને પામેલા અને ઈચ્છા મુજબ રૂ૫ કરનારા તે દેવે ઊંચા
કલ્પાદિ દેવલોકમાં સેંકડો પૂર્વ (મોટુ કાળ પ્રમાણ) સુધી રહે છે.
નોંધ : કલ્પાદિ દેવલોકની ઉચ્ચ ભૂમિકામાં છે. અને પૂર્વએ મોટું કાળ પ્રમાણ છે. (૧૬) તે સ્થાને (દેવલેકમાં) યથાયોગ્ય સ્થિતિ કરીને આયુષ્ય પૂર્ણ થયે ત્યાંથી
યુત થઈને તે દેવો મનુષ્યનિમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં તેમને દા
અંગે (ઉત્તમોત્તમ સામગ્રી) મળે છે. ઉ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org