SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ઉત્તરાધ્યયન સરા કરવું તે ક્ષમાધર્મ કહેવાય છે. ક્ષમાવાન, કેઈ જાતની પ્રતિક્રિયા ન કરે તેમ પિતાના મનમાં દુઃખ પણ ન લાવે. (૨૮) અરે ! ઘર ત્યાગી જનાર ભિક્ષનું જીવવું હમેશાં દુષ્કર હેય છે.” કારણું કે તે બધું માગીને જ મેળવી શકે છે. તેને અયાચિત કશું હોતું નથી. (૨૯) ભિક્ષાથે ગૃહસ્થને ઘેર જતાં ભિક્ષુને પિતાને હાથ લાંબો કરે તે સહેલ નથી (યાચના કરવી તે દુષ્કર છે) માટે ગૃહસ્થવાસ એ જ ઉત્તમ છે, એમ ભિક્ષુ ચિંતવે નહિ. નેધ : સાચા ભિક્ષુને માગવું ઘણીવાર દુઃખદ થાય છે છતાં માગવું એ તેમના માટે ધર્યા છે. આથી જ તેમને પરિવહમાં સ્થાન છે. (૩૦) ગૃહસ્થોને ત્યાં (ભિન્ન ભિન્ન સ્થળે) ભોજન તૈયાર થાય તે વખતે ભિક્ષા ચારી માટે જવું. ત્યાં ભિક્ષા મળે કે ન મળે તો પણ બુદ્ધિમાન ભિક્ષુ અનુતાપ (ખે) ન કરે. ' (૩૧) “આજે હું ભિક્ષા ન પામ્યો. પરંતુ કાલે ભિક્ષાને લાભ થશે. તેમાં શું ?” જે એમ ચિંતવે તે ભિક્ષાની અપ્રાપ્તિ તેને ખટકે નહિ. નેંધ : ઉચ્ચ ભાવના કે વિચાર સાધકના સંકટને પરમ સાથી છે. (૩૨) (કવચિત) વેદનાના દુઃખથી પીડાયેલે ભિક્ષુ ઉત્પન્ન થયેલા દુઃખને જાણીને પણ મનમાં જરાય દીનતા ન લાવતાં બુદ્ધિને સ્થિર રાખે અને રોગથી ઘેરાવા " છતાં તે દુઃખને સહન કરે. (૩૩) ભિક્ષુ ઔષધને (રોગ પ્રતિકારને ન ઈચ્છે, પરંતુ આત્મશોધક થઈ શાન રહે. પ્રતિઉપાય ન કરે કે ન કરાવે તેમાં જ ખરેખર તેનું સાધુત્વ છે. નોંધ : દેહાધ્યાસને છેડી દેનાર ઉચ્ચ યોગીની ભૂમિકાની આ વાત છે. અહીં આજુબાજુના સંગબળને વિવેક કરવો ઘટે. (૩૪) વસ્ત્રવિના રહેનારા તથા રૂક્ષ શરીરવાળા તપસ્વી સાધુને તૃણ (દક્ષેદિક) ઉપર સૂતાં શરીરને પીડા થાય – . (૩૫) કે અતિ તાપ પડવાથી અતુલ વેદના થાય એમ જાણીને પણ એ ઘાસ વડે પીડા પામેલા સાધુઓ વસ્ત્ર ન સેવે. . નોંધ : ઉચ્ચ ભૂમિકાના જે ભિક્ષુઓ અંગ પર વસ્ત્રો નથી રાખતા તેવાને ઘાસની શયા અંગ પર ખૂંચે છતાં તેઓ તે કષ્ટ સહન કરે, પણ વસ્ત્ર ન વાપરે. (૩૬) ગ્રીષ્મ કે બીજી કેંઈ ઋતુમાં ધામ વડે રજથી કે મેલથી મલિન શરીરવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001220
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1991
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy