________________
જીવાવવિભક્તિ
રિપર,
(૪) જે પુદ્ગલ આકૃતિથી ત્રાંસાં હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની
ભજના જાણવી. (૪૫) જે પુદ્ગલ આકૃતિથી ચેરસ હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની.
ભજના જાણવી. (૪૬) જે પુદ્ગલ આકૃતિથી આયાત હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની
ભજના જાણવી. (૪૭) આ પ્રમાણે અજીવ તત્વને વિભાગ સંક્ષેપથી કહ્યો. હવે જીવતત્વના વિભાગને - કમપૂર્વક કહીશ. (૪૮) સંસારી (કર્મસહિત) અને સિદ્ધ (કર્મરહિત) એમ બે પ્રકારના જીવો સવજ્ઞ.
પુરુષો કહ્યા છે. તે પૈકી સિદ્ધજીવે અનેક પ્રકારના કહ્યા છે. તેને હું પ્રથમ
કહીશ એવા મને તમે સાંભળે. (૪૯) તે સિદ્ધ જીવોમાં સ્ત્રીલિંગે તથા નપુંસકલિંગ અને જૈન સાધુના વેશે.
અન્ય દર્શનના (સંન્યાસી ઇત્યાદિ, વેશે કે ગૃહસ્થ વેશે થયેલા સિદ્ધ જીવોને સમાવેશ થાય છે.
નેધ : સ્ત્રી, પુરુષ અને જન્મથી નહિ પણ કૃત નપુંસક એવા જ ગૃહસ્થાશ્રમ કે ત્યાગાશ્રમમાં રહી મોક્ષ પામી શકે છે. અહીં તે છ પ્રકાર વર્ણવ્યા છે. પરંતુ તેના વિશેષ ભેદે કરી બધા મળી પંદર પ્રકારના સિદ્ધ પણ વર્ણવ્યા છે. (૫૦) સિદ્ધ થતી વખતે તે જીવોની શરીર અવગાહના (ઊંચાઈ કેટલી હોય તે
બતાવે છે) જધન્ય બે હાથ અને ઉત્કૃષ્ટ પાંચસે ધનુષ્યોની અને તે બન્ને કરતાં મધ્યમ અવગાહના (તેની વચ્ચેની શરીરની ઊંચાઈ)થી ઊંચે (પર્વત પર) નીચે (ખાડ વગેરેમાં) તથા તિરછા લેકમાં, સમુદ્રમાં અને અન્ય જલા
શયમાં તે છ સિદ્ધ દશા પામી શકે. ' (૫૧) એક સમયમાં દસ નપુસક (કત નપુંસક), વીસ સ્ત્રીઓ અને એક આઠ
પુરુષો વધુમાં વધુ સિદ્ધ થઈ શકે છે. (૫૨) એક સમયમાં વધુમાં વધુ ચાર જીવ ગૃહલિંગમાં, દસ અન્ય લિગમાં તથા
એકસો આઠ જેનલિંગમાં સિદ્ધ થઈ શકે છે. - ધ : પિતાના શાસનમાં હો કે અન્ય શાસનમાં હો, ગૃહસ્થાશ્રમમાં હો કે
ત્યાગાશ્રમમાં છે. જે જે સ્થાનમાં જેટજેટલી યોગ્યતા પ્રાપ્ત થાય તે તે જીવો. “મોક્ષ પામે છે, ત્યાં કોઈ દર્શન, મત, વાદ કે આશ્રમને ઈજારો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org