________________
અદયયન : તેત્રીસમું
કર્મપ્રકતિ
કર્મ એ આખા જગતને અચળ કાયદે છે. આ કાયદાને વશ આખું જગત પ્રવતી રહ્યું છે. આ કાયદે જુગજુગ જુને છે. તેનાં પરિવર્તન થતાં જ નથી. ગમે તેવું સમર્થ બળ ભલેને હે ! પરંતુ તેના પર તેનું ચાલી શકતું નથી.
અનેક સમર્થ શૂરવીર, યોગીપુરુષ અને ચક્રવતીએ થઈ ગયા પણ તે કાયદાને વશ તો તેમને રહેવું જ પડ્યું. અનેક દે, દાન, રાક્ષસે વગેરે પાકયા. પણ અહીં તે તેને મસ્તક નમાવવું જ પડયું.
આ કર્મની રચના ગંભીર છે. કર્મને આધીન થયેલું ચૈતન્ય પિતાનું સ્વરૂપ સાથે હોવા છતાં તેને ભૂલી જાય છે. જડ ઘર્ષણથી વિવિધ સુખદુઃખના અનુભવ કરે છે અને તન્મય બની જઈ અનેક ગતિઓમાં જડની સાથે ને સાથે પરિભ્રમણ કરે છે.
કમ એક છતાં ભિન્ન ભિન્ન પરિણામોની અપેક્ષાએ તેના આઠ વર્ગ છે. સૌથી પ્રબળ સત્તા, પ્રબળ સામર્થ્ય, પ્રબળ કાળસ્થિતિ અને પ્રબળ રસસંવેદન કેવળ મેહનીય કર્મનાં મનાય છે. મોહનીય એટલે ચૈતન્યની બ્રાન્તિથી ઉત્પન્ન થયેલું કર્મ. આઠ કર્મોનો સર્વોપરિ નરપતિ છે. આ નૃપતિને જીત્યા પછી બીજા સામંતે વશ થઈ શકે છે.
આ બધાં કર્મોનાં પુદગલ પરિમાણ, તેની કાળસ્થિતિ તેને અંગે ચૈતન્યનાં થતાં પરિવર્તન, કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે શત્રુઓના પ્રચંડ પ્રકેપ વગેરે અધિકારે આ અધ્યયનમાં સંક્ષેપથી છતાં બહુસ્પર્શી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org