________________
ઉત્તરાયયત સુe. (૧૭–૧૮) ૧૩. આશ્રમપદ (તાપસનાં સ્થાનકે હેય તે) ૧૪. વિહાર (જ્યાં
ભિક્ષુઓ વસતા હોય તેવું સ્થળ), ૧૫. સન્નિવેશ (નાના નાના નેસડાઓ), ૧૬. સમાજ (ધર્મશાળા), ૧૭. ઘેષ (ગાયનું ગોકુળ), ૧૮, સ્થળ (રેતીના ઊંચા ઢગલાવાળું સ્થળ) ૧૯. સેના (સેનાનું સ્થળ), ૨૦. ખંધાર (કટક ઊતરવાનાં સ્થળ.)૨૧. સાર્થ(વાહનોને ઊતરવાનું સ્થળ),૨૨. સંવત (ભયોથી ત્રાસેલાં કુટુંબ આવીને રહે તે સ્થળ), ૨૩. કોટ (કેટવાળું ગામ), ૨૪. વાડા (વાડાઓમાં. વાડાવાળાં સ્થળ), ૨૫. શેરીઓ, અને ૨૬. ઘરે. આટલાં ક્ષેત્રોમાં અભિગ્રહ કરે કે આટલા પ્રદેશનો જ જે આહાર મળે તે લે એ પ્રકારનું ક્ષેત્રથી ઉણોદરી તપ કહેવાય છે.
નેંધ : ખાસ કરીને આ ક્ષેત્રો જેન ભિક્ષુઓને માટે કહ્યાં છે. પરંતુ ગૃહસ્થ સાધક પણ પિતાનાં ક્ષેત્રમાં આવા પ્રકારની ક્ષેત્ર મર્યાદા કરી શકે છે. (૧૯) ૧. પેટીને આકારે, ૨. અર્ધપેટીને આકારે, ૩. ગોમૂત્રને આકારે, ૪. પતંગને
આકારે, ૫. શંખાવૃતને આકારે તેના બે ભેદ ૧. પાડામાં અને ૨. પાડા બહાર, અને ૬. પહેલાં સળંગ છેડા સુધી જઈને પછી પાછો વળતાં ભિક્ષાચરી કરે. એમ છ પ્રકારે ક્ષેત્ર થકી ઉણદરી તપ કહેવાય છે.
નોધ : ઉપરના છએ આકારે પ્રમાણે ભિક્ષાચરી કરવાનો નિયમ માત્ર ભિક્ષુ માટે કહેવાય છે. (૨૦) દિવસના ચાર પ્રહરમાંથી અમુક પ્રહરે ભિક્ષા મળે તે લેવી એ પ્રકારે
અભિગ્રહ (સંકલ્પ) ધારી વિચરે તે કાળ થકી ઉણાદરી તપ જાણવું. (૨૧) અથવા થેડી ન્યૂન ત્રીજી પોરસીમાં કે ત્રીજી પિરસીને થે ભાગ બાકી
રહે ત્યારે ભિક્ષાચરી મળે તે ગ્રહણ કરીશ. એ પ્રકારનો સંકલ્પ કરે તો તે
કાળથી ઉણોદરી તપ કહેવાય. (૨૨) સ્ત્રી અથવા પુરુષ અલંકાર સહિત કે રહિત અથવા બાલ, યુવાન કે વૃદ્ધ
તેમ જ અમુક પ્રકારનાં વસ્ત્ર સહિત હોય –– (૨૩) વળી અમુક વર્ણવાન હોય, રોષ રહિત કે હર્ષ સહિત હોય એવાં એવાં
ચિહ્નોથી યુક્ત હોય તેવાને હાથે જ ભિક્ષા લેવી તેવો સંકલ્પ કરે તે ભાવથી. ઉદરી તપ કહેવાય.
નેધ : આવા કડક સંકલ્પ વારંવાર ફળે નહિ તેથી ભિક્ષા ન મળતાં વારંવાર (ભૂખ્યા રહેવાથી) તપશ્ચર્યા થાય તે સંભવિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org