________________
ઉત્તરાયચન સૂત્ર લેભના વિજયથી સંતોષરૂપ અમૃતને મેળવે છે. લેભજન્ય કમને બાંધતા નથી અને પૂર્વે બંધાયેલા છે તેને વિખેરે છે. (૭૧) હે પૂજ્ય ! રાગદ્વેષ અને મિથ્યાદર્શનના વિજયથી છવ શું પામે છે ?
- રાગદ્વેષ અને મિથ્યા દર્શનના વિજ્યમાં પ્રથમ તે જ્ઞાન દર્શન અને ચારિત્રની આરાધનામાં તે જીવાત્મા ઉદ્યમી બને છે અને પછી આઠ પ્રકારનાં કર્મોની ગાંઠથી મુકાવા માટે ક્રમપૂર્વક અઠ્ઠાવીસ પ્રકારનાં મેહનીય કર્મોને ક્ષય કરે છે અને ત્યારબાદ પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીય કર્મ, નવ પ્રકારનું દર્શનાવરણીય કર્મ અને પાંચ પ્રકારનું અંતરાય કર્મ એ ત્રણે કર્મો એકી સાથે ખપાવે છે. અને ત્યારબાદ શ્રેષ્ઠ, સંપૂર્ણ, આવરણરહિત, અંધકારરહિત, વિશુદ્ધ અને લોકાલોકમાં પ્રકાશિત એવાં કેવળજ્ઞાન તથા કેવળ દર્શનને પામે છે. કેવળ થયા પછી જ્યાંસુધી સંયોગી હોય છે ત્યાંસુધી ઇર્યા પથિક કર્મ બાંધે છે. તે કમને સ્પર્શ માત્ર બે સમયની સ્થિતિવાળો અને સુખકર હોય છે. તે કમ પહેલે સમયે બંધાય છે બીજે સમયે વેદાય છે અને ત્રીજે સમયે નષ્ટ થાય છે. પહેલે સમયે (ક્ષણે) તે કર્મ બંધાયું, બીજે સમયે વેદાયું, અને ત્રીજે સમયે છેવટ નષ્ટ થયું, એટલે ચોથે સમયે તો તે જીવાત્મા કમરહિત થાય છે.
નેંધ : કર્મોનાં વર્ણન માટે ૩૩ મું અધ્યયન જુઓ. (૭૨) ત્યારબાદ તે કેવળી જેટલું આયુષ્ય હોય તેટલું પૂર્ણ કરીને આયુષ્યના
અંતથી અંતમુહૂર્ત (બે ઘડી) જેટલે કાળ બાકી રહે ત્યારે મન, વચન અને કાયાના વ્યાપારનો રેપ કરી તે જીવ સૂમ ક્રિયાપ્રતિપાતિ (આ શુકલ ધ્યાનને ત્રીજો ભેદ છે) ચિંતવીને સૌથી પહેલાં મન, વચન અને કાયાને યોગ રૂંધે છે અને તે વ્યાપાર રૂંધીને શ્વાસોચ્છવાસનો પણ નિરોધ કરે છે અને તે નિરોધ કર્યા પછી પાંચ હસ્વ અક્ષરોનું ઉચ્ચારણ કરતાં એટલે કાળ થાય તેટલે કાળ (શૈલેશી અવસ્થામાં રહીને તે અણગાર સમુચ્છિનક્રિય (ક્રિયારહિત) અને અનિવૃત્તિ (અક્રિયાવૃત્તિ) નામના શુકલધ્યાનને ચિંતવને તે વેદનીય, આયુષ્ય, નામ અને નેત્ર એ ચારે કર્મોને એકી સાથે ખપાવે છે.
નેંધ : આત, રૌદ્ર, ધર્મ અને શુકલ એમ ધ્યાનના ચાર ભેદો છે. શુકલ ધ્યાનના પણ ચાર ભેદો છે. તેમાંના છેલ્લા બે કેવળી જીવાત્મા ચિંતવે છે. (૭૩) ત્યારબાદ ઔદારિક, તેજસ અને કામણ એ સર્વ શરીરને છોડીને સમ
શ્રેણિને પ્રાપ્ત કરીને કેઈ સ્થળે રોકાયા વગર અવક્રગતિએ સિદ્ધસ્થાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org