________________
૨૦ ૦
ઉત્તરાધ્યયન સૂત્ર
(૨૪) હે પૂજ્ય! સૂત્રસિદ્ધાંતની આરાધનાથી જીવ શું પામે છે?
સૂત્રની આરાધનાથી અજ્ઞાન દૂર થાય છે અને તેથી તે જીવ કોઈ સ્થાને કલેશ પામતે નથી. (૨૫) હે પૂજ્ય! મનની એકાગ્રતાથી જીવ શું પામે છે ?
મનની એકાગ્રતાથી તે જીવ ચિત્તને નિરોધ કરે છે. (૨૬) હે પૂજય! સંયમથી છવ શું પામે છે ?
સંયમથી અનાઢવપણું (આવતાં પાપને રેવાં તે) પામે છે. (૨૭) હે પૂજ્ય ! તપથી છવ શું પામે છે?
શુદ્ધ તપશ્ચર્યાથી પૂર્વ કર્મનો ક્ષય થાય છે. (૨૮) હે પૂજ્ય ! સર્વ કર્મના વિખરાવાથી (સર્વ કર્મની નિવૃત્તિથી)જીવ શું પામે છે ?
કર્મ વિખરાયાથી જીવાત્મા સર્વ પ્રકારની ક્રિયાથી રહિત થાય છે અને ત્યારબાદ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ શાંત થાય છે અને સર્વ દુઃખનો
અંત કરે છે. (૨૯) હે પૂજ્ય! ભોગજન્ય સુખથી દૂર રહી સંતોષથી (જીવન ગાળનાર) જીવ શુ પામે છે ?
સંતોષથી અવ્યાકુળ શાંત બને છે અને તેવો સ્થિતબુદ્ધિ જીવ, હર્ષ, વિષાદ કે શેક રહિત ચારિત્રમોહનીય કર્મોને ખપાવે છે.
નેધ : જે આવરણથી સંયમની સ્કરણ ન થાય તે ચારિત્રમોહનીય કર્મ કહેવાય છે. (૩૦) હે પૂજ્ય ! (વિષયાદિના) અપ્રતિબંધથી છવ શું પામે છે ?
અપ્રતિબંધથી અસંગતાનું ફળ ઉત્પન્ન થાય છે અને અસંગત્વથી ચિત્તની એકાગ્રતા પામી તે જીવ રાત્રિ અને દિવસ (કદી) કોઈપણ વસ્તુમાં ન
બંધાતાં એકાંત શાંતિ પામે છે અને અપ્રતિબંધપણે વિચરે છે. (૩૧) હે પૂજ્ય ! એકાંત (સ્ત્રી ઈત્યાદિ સંગ રહિત) સ્થાન, આસન અને શયનને ભગવતાં જીવ શું પામે છે ?
તેવા એકાંત સ્થાનથી ચારિત્રનું રક્ષણ થાય છે અને શુદ્ધ ચારિત્રશાળી જીવ રસાસક્તિ છેડી ચારિત્રમાં નિશ્ચળ થાય છે. આવી રીતે એકાંતમાં રક્ત
મોક્ષભાવને પામેલ છવાત્મા આઠે પ્રકારનાં કર્મોનાં બંધનથી મુક્ત થાય છે. (૩૨) હે પૂજ્ય ! વિષયવિરક્તિથી છવ શું પામે છે ? .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org