SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ a ઉત્તરાધ્યયન સ્ત્ર (ધણા જીવા—સમાજના નેતા બને છે.) અને દાક્ષિણ્યભાવ (વિશ્વ વલ્લભતા)ને પામે છે. (૧૧) હે પૂજ્ય ! જીવ પ્રતિક્રમણથી શુ` મેળવે છે ? પ્રતિક્રમણથી (આદરેલાં) વ્રતનાં છિદ્રો ઢાંકી શકે છે અને શુદ્ધ વ્રતધારી તે હિંસાદિ આસ્રવથી નિવૃત્ત થઈ આઠે પ્રવચનમાતામાં સાવધ થાય છે. અને વિશુદ્ધ ચારિત્ર મેળવી સંયમ યાગથી અલગ ન થતાં જીવન પર્યંત સચમમાં સમાધિપૂર્વક વિચરે છે. (૧૨) હે પુજ્ય ! કાયાત્સગથી જીવ શું પામે છે? કાયાત્સંગ'થી ભૂત તથા વર્તમાન કાળના દોષોનું પ્રાયશ્ચિત કરી વિશુદ્ધ અને છે અને ભારવાહક જેમ ભારથી રહિત થઈ શાંતિપૂર્વક વિચરે છે તેમ તેવા જીવ ચિંતારહિત થઈ પ્રશસ્ત ધ્યાનમાં સુખપૂર્વીક વિચરે છે. (૧૩) હે ભગવન્ ! પ્રત્યાખ્યાનથી જીવ શુ મેળવે છે ? પ્રત્યાખ્યાનથી નવાં પાપો રોકી ઇચ્છાનેા નિરોધ કરે છે અને ઇચ્છાને નિરાધ કરવાથી સર્વ પદાર્થીમાં તે તૃષ્ણા રહિત બની પરમશાંતિ ઝીલી. શકે છે. (૧૪) હે પૂજ્ય ! સ્તવસ્તુતિમંગળથી જીવ શું પામે છે ? સ્તવસ્તુતિ મંગળથી જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ધિલાભને મેળવે છે અને તે એધિલાભને મેળવી દેહાંતે મેાક્ષ પામે છે અથવા (બાર દેવલાક, નવ પ્રૈવેયક ને પાંચ અનુત્તર વિમાનવાળી) ઉચ્ચ દેવગતિની આરાધના કરે છે. (૧૫) હે પૂજ્ય ! સ્વાધ્યાયાદિકાળના પ્રતિલેખનથી જીવ શુ` પામે છે ? તેવા પ્રતિલેખનથી જીવાત્મા જ્ઞાનાવરણીય કર્મોને દૂર કરે છે. (૧૬) હે પૂજ્ય ! જીવ પ્રાયશ્ચિત કરવાથી શુ પામે છે ? પ્રાયશ્ચિત કરવાથી પાપની વિશુદ્ધિ કરે અને વ્રતના અતિચારે (દેાષા) રહિત થાય છે અને શુદ્ધ મનથી પ્રાયશ્રિત ગ્રહણ કરીને કલ્યાણના માર્ગ અને તેના ફળની વિશુદ્ધિ કરે છે અને તે ક્રમથી ચારિત્ર અને તેના ફળ (મેાક્ષ)ને આરાધી શકે છે. (૧૭) હે પૂજ્ય ! ક્ષમાથી જીવ શું પામે છે ? ક્ષમાથી ચિત્તને આલાદ થાય છે. જીવ જગતના સર્વ પ્રાણી, Jain Education International અને તેને ભૂત, જીવ અને સત્ત્વ For Private & Personal Use Only પ્રશાંત ચિત્તવાળા એ ચારે પ્રકારના www.jainelibrary.org
SR No.001220
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1991
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy