________________
અધ્યયન : સત્તાવીસમું
- ખલુંકીય ગળિયા બળદ સંબંધી
સાધકને સદગુરુ જેમ સહાયક છે, જેટલા અવલંબનરૂપ છે તેટલા જ સદ્દગુરુને શિષ્ય પણ સહાયક બને છે.
પૂર્ણતા પામ્યા પહેલાં સૌ કોઈને સહાયક અને સાધનોની આવશ્યકતા છે. પરંતુ તે જ સહાયક કે સાધને બાધક બને તો પિતાનું અને પરનું (બન્નેનું) હિત હણાય છે.
ગાર્ગીચાર્ય સમર્થ હતા. ગણધર (ગુરુકુળપતિ) હતા. તેમની પાસે સેંકડે શિષ્યોને પરિવાર હતું. પરંતુ જ્યારે તે સમુદાય સ્વચ્છેદી બન્ય, સંયમમાર્ગમાં હાનિ પહોંચાડવા લાગ્યા ત્યારે તેણે પિતાને આત્મધર્મ જાળવી – પિતાનું કર્તવ્ય સમજી સુધારવાના ખૂબ પ્રયત્ન કરી જોયા. પણ આખરે તેમાં તે નિષ્ફળ ગયા.
શિષ્યને મોહ, શિષ્યો પરની આસક્તિ અને સંપ્રદાયનું મમત્વ તે મહાપુરુષને સહજ પણ ન હતું. તે પિતાનું જાળવી એકાંતમાં જઈ વસ્યા અને સ્વાવલંબનની પ્રબળ શક્તિના સહચારી થઈ આત્મહિત સાધ્યું.
ભગવાન બોલ્યા : (૧) સર્વ શાસ્ત્રસંપન્ન એક ગાગ્ય નામના ગણધર અને સ્થવિરમુનિ હતા. તે
ગણિભાવથી યુક્ત રહી હમેશાં સમાધિભાવ સાધી રહ્યા હતા.
નેંધ : અન્ય જીવોને ધર્મ વિષે સ્થિર કરે અર્થાત્ જ્ઞાનવૃદ્ધ, તપોવૃદ્ધ અને પ્રત્રજ્યાવૃદ્ધ હોય તે સ્થવિર ભિક્ષ ગણાય છે અને ભિક્ષગણના વ્યવસ્થાપક હોય તે ગણધર કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org