________________
યજ્ઞીય
૧૭૧.
(૮) તથા પોતાના આત્માને તથા પરના આત્માને (આ સંસાર સમુદ્રમાંથી)
ઉદ્ધાર કરવા સમર્થ હોય તેને જ ષડરસ સંયુક્ત મનોવાંછિત આ ભજન
આપવાનું છે. (૯) ઉત્તમ અર્થની ગવેષણું કરનાર તે મહામુનિ આ પ્રમાણે ત્યાં નિષેધ કરાયા
છતાં ન રાજી થયા કે ન નારાજ થયા. (૧૦) અન્ન, પાણી, વસ્ત્ર કે તેવા કોઈપણ સ્વાર્થ માટે નહિ પણ માત્ર વિજય
ઘોષની અજ્ઞાન મુક્તિને માટે તે મુનિએ આ વચન કહ્યાં. (૧૧) હે વિપ્ર ! વેદના મુખને, યોના મુખને અને નક્ષત્રો તથા ધર્મોના મુખને
તું જાણતો જ નથી.
ધ : અહીં મુખને અર્થ રહસ્ય સમજે. (૧૨) જે પિતાના અને પરના આત્માનો (આ સંસારથી) ઉદ્ધાર કરવાને સમર્થ છે તેને પણ તે જાણી શક્યો નથી. જે જાણતો હે તે કહે.
મહાતપસ્વી અને ઓજસ્વી મુનિના પ્રભાવશાળી
પ્રશ્નોથી બ્રાહ્મણની આખી સભા નિરુત્તર થઈ ગઈ. (૧૩) મુનિના પ્રશ્નનો ઉહાપોહ કે ઉત્તર આપવાને માટે અસમર્થ થયેલે બ્રાહ્મણ
તથા ત્યાં રહેલી આખી સભા બેહાથ જોડીને તે મહામુનિને પૂછવા લાગ્યાં. (૧૪) આપ જ વેદોનું, યજ્ઞનું નક્ષત્રોનું અને ધર્મોનું મુખ કહે. (૧૫) પિતાને તથા પરના આત્માનો ઉદ્ધાર કરવા જે સમર્થ છે તે કોણ? આ
બધા અમને સંશય છે. માટે (અમારાથી) પુછાયેલા આપ જ તેને સુંદર
રીતે જવાબ આપે. (૧૬) મુનિએ કહ્યું : વેદનું મુખ અગ્નિહોત્ર છે (અર્થાત અગ્નિહોત્ર યજ્ઞ જે
વેદમાં મુખ્ય છે તે જ વેદ-મુખ છે.) યજ્ઞોનું મુખ યજ્ઞાથી (સંયમરૂપી યજ્ઞના કરનાર સાધુ), નક્ષત્રોનું મુખ ચંદ્રમા છે અને ધર્મના પ્રરૂપકેમાં ભગવાન ઋષભદેવ વીતરાગ હોવાથી તેમણે બતાવેલ સત્ય ધર્મ એ જ સર્વ ધર્મમાં શ્રેષ્ઠ છે.
નેધ : અગ્નિહોત્ર યજ્ઞમાં છવરૂપ કુંડ, તપરૂપ વેદિકા, કર્મરૂપ ઈધન, ધ્યાન રૂ૫ અગ્નિ, શુભ યોગરૂપી ચાટવા, શરીર રૂપી ગોર (યાજક) અને શુદ્ધ ભાવનારૂ૫ આહૂતિ જાણવી. જે શાસ્ત્રોમાં આવા યાનું વિધાન હોય છે તે વેદ કહેવાય. છે અને આવા યજ્ઞો કરે છે તે જ યાજકેમાં શ્રેષ્ઠ ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org