________________
કેશિગૌતમીય
૧૫૯ તરફ આમતેમ દોડી રહ્યો છે. ધર્મશિક્ષારૂપી લગામ વડે જાતિમાન ઘોડાની
માફક તેને બરાબર નિગ્રહ કરું છું. (૫૯) હે ગૌતમ! તમારી બુદ્ધિ ઉત્તમ છે. તમે મારે આ સંશય દૂર કર્યો. હવે
બીજ સંશયને પણ રજુ કરું છું. તેને ઉત્તર મને કહો. (૬૦) આ સંસારમાં ખોટા રસ્તાઓ ઘણું છે કે જે રસ્તામાં જઈ દષ્ટિવિપ
ર્યાસને કારણે જીવો સાચા માગને ઓળખી શક્તા નથી. અને તેથી ઉન્માગે જઈ દુઃખી થાય છે. તે હે ગૌતમ ! આપ એ ઉન્માર્ગે ન દોરવાઈ જતાં
સન્માર્ગમાં શી રીતે રહી શકે છે ? (૬૧) જે કઈ સન્માર્ગે ચાલ્યા જાય છે તે અને કુમાળે જાય છે તે સૌને મેં
બરાબર જાણ્યા છે. અને (સન્માગ કુમાર્ગનું મને બરાબર ધ્યાન છે) તેથી
હું મારા માર્ગમાં બરાબર ચાલી શકું છું. નષ્ટભ્રષ્ટ થતો નથી. (૬૨) કેશમુનિએ ગૌતમને કહ્યું : તે માગ કર્યો ? એ પ્રમાણે બોલતાં કેશમુનિને
ગૌતમે આ પ્રમાણે કહ્યું : (૬૩) કલ્પિત મતેમાં જે સ્વછંદથી વર્તે છે તે પાખંડીઓ બધા ખોટા
માગમાં ભ્રમણ કરી ગોથાં ખાય છે. સંસારના બંધનથી સર્વથા મુક્ત
થયેલા જિનેશ્વરએ સત્યને જે માર્ગ બતાવ્યો તે ઉત્તમ છે. (૬૪) હે ગૌતમ! તમારી બુદ્ધિ બહુ ઉત્તમ છે. મારે સંશય તમે છેદી નાખે.
હવે એક બીજો પણ સંશય છે. તેનું સમાધાન કરે. (૬૫) જળના મોટા પ્રવાહમાં તણુતાં પ્રાણુઓને તે દુઃખમાંથી બચાવનાર કર્યું
શરણ, કયું સ્થાન, કઈ ગતિ અને કયે આધારરૂપ દીપ તમે માને છે ? (૬૬) તે જળના વેગમાં પણ એક વિસ્તીર્ણ મટો દ્વીપ છે કે જ્યાં એ પાણીના
મહાન વેગનું આવવું જવું થતું નથી. (૬૭) કેશીમુનિએ ગૌતમને કહ્યું : તે દ્વીપ ો ? આ પ્રમાણે બોલતા કેશમુનિને
ગૌતમે કહ્યું : (૬૮) જરા અને મરણરૂપી વેગથી આ સંસારનાં પ્રાણીઓ તણાઈ રહ્યાં છે.
તેનું શરણું, તેનું સ્થાન, તેની ગતિ અને તેને આધારરૂપ દીપ જે કહો
તે એક જ ધર્મ છે. (૬૯) હે ગૌતમ ! તમારી બુદ્ધિ સુંદર છે. મારો તે સંશય તમે છેદી નાખે.
હવે બીજો સંશય પણ રજૂ કરું છું. તેને પ્રત્યુત્તર મને કહે. (૭૦) એક મહા પ્રવાહવાળા સમુદ્રમાં એક નાવ ચારે તરફ ઘૂમી રહી છે. હે
ગૌતમ! અને આપ તે ઉપર ચડેલા છે તો તમે પાર શી રીતે પામશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org