________________
ઉત્તરાયયન સૂત્ર વૈિરાગ્યમાં તરબોળ હતા. પરંતુ તેમના બંધુ કૃષ્ણમહારાજની આજ્ઞાને આધીન બની તે મૌન રહ્યા. તે મૌનને લાભ લઈ કૃષ્ણમહારાજે ઉગ્રસેન મહારાજા પાસે રાજીમતીનું માગુ કર્યું હતું. (૭) તે રાજીમતી કન્યા પણ ઉત્તમ કુળના રાજવી ઉગ્રસેનની પુત્રી હતી. તે
સુશીલ સુનયના અને સ્ત્રીઓનાં સત્તમ લક્ષણોથી સંપન્ન હતી. તેની
કાન્તિ, સૌદામિની જેવી મનહર અને વિદ્યુત જેવી તેજસ્વી હતી. (૮) (જ્યારે કૃષ્ણમહારાજાએ તેની માગણી કરી ત્યારે) તેના પિતાજીએ વિપુલ
સમૃદ્ધિવાળા વાસુદેવને કહી મોકલાવ્યું કે તે કુમારશ્રી નેમિનાથ) અહીં પરણવા પધારે તો હું કન્યા (અવશ્ય) આપી શકુ.
નેધ : તે વખતે ક્ષત્રિયકુળોમાં કન્યાનાં સ્નેહીજને કન્યાને સાથે લઈ વરરાજાને સ્થાને આવતાં અને ત્યાં મંડપ રચી મેટી ધામધૂમથી લગ્ન કરતાં અને કેટલાંક કુટુંબમાં વરરાજાને બદલે તેમનું (તલવાર વગેરે) ચિહ્ન મેકલી કન્યાને તેની સાથે પરણાવી લાવતા. તેથી જ અહીં ઉગ્રસેને આ નવી માગણી કરી હોય તેવું જણાય છે. (૯) નેમિરાજને ઉચિત દિવસે ઉત્તમ પ્રકારની ઔષધિઓથી સ્નાન કરાવ્યું અને
કરેલાં મંગળ કાર્યો સાથે કપાળમાં મંગળ તિલક પણ કરાવ્યું. ઉત્તમ પ્રકારનાં વસ્ત્રો પહેરાવ્યાં અને તેમને હાર વગેરે ઉત્તમ પ્રકારના અલંકારોથી
વિભૂષિત કર્યા. (૧૦) વાસુદેવ રાજાના (૪૨ લાખ હાથીઓમાં સૌથી મોટા મદોન્મત્ત ગંધહસ્તી
પર તે આરૂઢ થયા અને જેમ મસ્તક પર ચૂડામણિ શોભે તેમ શોભવા લાગ્યા. (૧૧) તેના ઉપર ઉત્તમ છત્ર અને બે ચામર ઢળાઈ રહ્યાં હતાં. અને તે દશ
દશાહ વગેરે સર્વ યાદવોના પરિવારથી ચારે બાજુ વિંટળાઈ રહ્યા હતા. (૧૨) તેની સાથે હસ્તી, ઘોડા, રથ અને પાયદળ એમ ચાર પ્રકારની સુવ્યવસ્થિત
શણગારેલી સેના હતી. અને તે સમયે ભિન્નભિન્ન વાજિંત્રોના દિવ્ય અને
ગગનસ્પશી અવાજે આકાશ ગજાવી મૂક્યું હતું. (૧૩) આવી સર્વોત્તમ સમૃદ્ધિ અને શરીરની ઉત્તમ કાન્તિથી ઓપતા તે યાદવકુળના
આ મૂષણરૂપ નેમિશ્વર પિતાના ભુવનથી (પરણવા માટે) બહાર નીકળ્યા. (૧૪) પિતાના શ્વશુરગ્રહ લગ્નમંડપમાં પહોંચે તે પહેલાં જ રસ્તામાં જતાં જતાં - વાડામાં અને પાંજરામાં પુરાયેલાં, દુ:ખિત અને મરણના ભયથી ત્રાસ
પામેલાં પ્રાણુઓને તેણે નજરોનજર જોયાં.
(
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org