________________
ઉત્તરાધ્યયન સત્ર (૫૭) હે સંયમિન ! આપને મેં પૂર્વાશ્રમની વિગત (જાણવા માટે) વારંવાર પૂછી.
આપના ધ્યાનમાં ભંગ પાડ્યો છે અને ભગો ભેગા એમ (ત્યાગીને ન
છાજતું) આમંત્રણ કર્યું છે તે બધા અપરાધોને આપ માફ કરજે. (૫૮) રાજમંડળમાં સિંહ સમા શ્રેણિક મહારાજાએ એ પ્રમાણે પરમભક્તિથી તે
શ્રમણસિંહની સ્તુતિ કરી. અને ત્યારથી તે વિશુદ્ધ ચિત્તપૂર્વક અંતઃપુર, સ્વજન અને સકલ કુટુંબ સહિત જૈનધર્મના અનુયાયી બન્યા.
નેંધ : શ્રેણિક મહારાજા પ્રથમ બીજા ધર્મમાં હતા પરંતુ અનાથી મુનિશ્વરના પ્રબળ પ્રભાવ થી આકર્ષાઈ તે જૈન ધર્મના અનુયાયી બન્યા હતા તેવી પરંપરા ચાલે છે. (૫૯) મુનિશ્વરના અમૃત સમાગમથી તેનાં મેરેમ ઉલાસિત બન્યાં. આખરે તે.
પ્રદક્ષિણ પૂર્વક શિરસા વંદન કરી પિતાને સ્થાને પધાર્યા. (૬૦) ત્રણ ગુપ્તિથી ગુપ્ત તથા ત્રણ દંડે (મનદંડ, વચનદંડ અને કાયદંડ)થી
વિરક્ત અને ગુણની ખાણસમા અનાથીમુનિ પણ અનાસક્તરૂપે પંખીની પેઠે. અપ્રતિબંધ વિહારપૂર્વક આ વસુંધરામાં સુખસમાધિથી વિચરતા હતા.
નેંધ : સાચી સાધુતામાં સનાથતા છે. આદર્શ ત્યાગોમાં સનાથલા છે. ભોગોના પ્રસંગમાં અનાથતા છે. આસક્તિમાં અનાથતા છે અને વૃત્તિ કે વાસનાની પરતંત્રતામાં પણ અનાથતા છે. અનાથાને છેડી સનાથ થવું પોતે જ પોતાના મિત્ર થવું એ પ્રત્યેક મુમુક્ષુનું અનિવાર્ય કર્તવ્ય છે.
એમ હું કહું છું : એ પ્રમાણે મહા નિગ્રંથ નામનું વસમું અધ્યયન સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org