________________
ઉત્તરાયયન યુગ તે છે તે સાધુ ઘણાં વર્ષો સુધી ત્યાગ, સંયમ, કેશકુંચન અને બીજાં કષ્ટોથી)
પિતાના દેહને દુઃખ આપવા છતાં સંસારની પાર જઈ શકતા નથી. (૪૨) તે પિોલી મૂઠી અને છાપ વિનાના ખેટા સિક્કાની માફક સાર (મૂલ્ય)
રહિત બને છે અને કાચનો કટકો જેમ વૈર્યમણિ પાસે નિરર્થક હોય છે
તેમ જ્ઞાનીજને પાસે તે નિમૂલ્ય થઈ જાય છે. (૪૩) આ મનુષ્ય જન્મમાં રજોહરણાદિ મુનિનાં માત્ર ચિહ્નો રાખે અને માત્ર
આજીવિકા ખાતર વેશધારી સાધુ બને તે ત્યાગી ન હોવા છતાં પિતાને ત્યાગી કહેવડાવતો ફરે છે. આવો કુસાધુ પાછળથી બહુ કાળ સુધી (નરકાદિ
જન્મોની) પીડા પામે છે. (૪) જેમ તાળપુટ (હાથમાં લેવાથી તાળવું ફાટી જાય તેવું) વિષ ખાવાથી
અવ્યવસ્થિત (અવળું) શસ્ત્ર ગ્રહણ કરવાથી અને અવિધિથી મંત્રજાપ. કરવાથી જેમ તે મારી નાખે છે તે જ રીતે વિષગની આસક્તિથી યુક્ત હોય તો તે ચારિત્રધર્મ પણ તે ગ્રહણ કરનારને મારી નાખે છે. (હલકી. ગતિમાં લઈ જાય છે.
ધ : જે વસ્તુ વિકાસને પંથે લઈ જાય છે તે જ વસ્તુ ઊલટી થાય તો નીચે પણ લઈ જાય છે. (૪૫) લક્ષણવિદ્યા, સ્વપ્નવિદ્યા, જ્યોતિષ અને વિવિધ કુતૂહલ (બાજીગર) વિદ્યા
ઓમાં રક્ત થયેલા અને મેળવેલી હલકી વિદ્યાનાં પાપોથી પેટ ભરનારા તેવા કુસાધુને તે કુવિદ્યાઓ શરણભૂત થતી નથી.
નોધ : વિદ્યા આત્મવિકાસ માટે જ હોય છે. જે પતનનું કારણ બને તો તે કુવિદ્યા કહેવાય. (૪૬) તે વેશધારી કુશીલ સાધુ પિતાના અજ્ઞાનરૂપી અંધકારથી સદા દુઃખી થાય
છે. અને પછી પણ નરક કે પશુયોનિમાં ગમન કરે છે. (૪૭) જે સાધુ અગ્નિની માફક સર્વભક્ષી બનીને પિતાને માટે કરેલી, મૂલ્યથી - લીધેલી કે નિત્ય એક ઘેરથી જ મેળવેલી સદોષ ભિક્ષા પણ લીધા કરે છે, 1 તે કુસાધુ પાપ કરીને મરી ગયા બાદ દુર્ગતિમાં ચાલ્યા જાય છે.
નેધ : જેનભિક્ષુને બહુ જ શુદ્ધ અને નિર્દોષ ભિક્ષા જ લેવાની હોય છે. ભિક્ષા લેવા માટે બહુ કડક નિયમે તેને જાળવવા પડે છે. (૪૮) મસ્તકને છેદનાર શત્રુ જે અનર્થ ન કરી શકે તે અનર્થ પિતાને જીવાત્મા ' જ કુમાગે જાય તો કરી નાખે છે. પરંતુ જે સમયે તે કુમાર્ગે જતો હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org