________________
મહા નિબથીય
૧૨૯ (૧૨) હે મગધેશ્વર શ્રેણિક! તું પોતે જ અનાથ છે. જે પોતે જ અનાથ હોય
તે બીજાને નાથ શી રીતે થઈ શકે? (૧૩) મુનિનાં વચન સાંભળી તે નરેન્દ્ર વિસ્મિત થયે. આવું વચન તેણે કદી
કેઈની પાસેથી સાંભળ્યું ન હતું. તેથી તે વ્યાકુળ અને સંશયી બન્યો.
નેધઃ તેને એમ લાગ્યું કે આ યોગી મારાં શક્તિ, સામર્થ્ય અને સંપત્તિને જાણતા નહિ હેય, તેથી તેમ કહે છે. (૧૪) ઘોડાઓ, હાથીઓ અને કરોડો મનુષ્યો, શહેરો અને નગરી વાળા અંગદેશ
તથા મગધદેશ)નો હું ધણું છું. સુંદર અંતઃપુરમાં હું મનુષ્ય સંબંધીના
ઉત્તમ કામભોગને ભોગવું છું. મારી આજ્ઞા અને ઐશ્વર્ય અજોડ છે. (૧૫) આવી મનવાંછિત વિપુલ સંપત્તિ હોવા છતાં હું અનાથ શી રીતે ? હે
ભગવદ્ ! આપનું કહેલું કદાચ ખોટું તો નહિ હોય ! (૧૬) (મુનિએ કહ્યું) હે પાર્થિવ ! તું અનાથ કે સનાથના પરમાર્થને જાણી શક્યો
નથી, હે નરાધિપ ! અનાથ અને સનાથના ! ભાવને જરાપણ સમજી શક્યો
નથી. (તેથી જ તેને સંદેહ થાય છે.) (૧૭) હે મહારાજ ! અનાથ કેને કહેવાય છે ? મને અનાથતાનું ભાન ક્યાં અને
કેવી રીતે થયું અને કેમ પ્રત્રજ્યા લીધી તે બધું સ્વસ્થ ચિત્ત રાખી સાંભળ. (૧૮) પ્રાચીન શહેરોમાં સર્વોત્તમ એવી કે શાંબી નામની નગરી હતી. અને ત્યાં
પ્રભૂત ધનસંચય નામના મારા પિતા રહેતા હતા. (૧૯) એકદા હે મહારાજ ! તરુણ વયમાં મને એકાએક આંખની અતુલ પીડા
ઉત્પન્ન થઈ; અને તે પીડાથી આખા શરીરને દાઘવર શરૂ થયો. (૨૦) જેમ કોપેલે શત્રુ શરીરના કોમળ ભાગમાં અતિ તીણ શસ્ત્રથી ઘેર પીડા
ઉપજાવે તેવી તે આંખની વેદના હતી. (૨૧) અને ઈદ્રના વજની પેઠે દાઘવરની દારુણ વેદના કેડના મધ્યભાગ, મસ્તક
અને હૃદયને પીડવા લાગી. (૨૨) તે વખતે વૈદ્યકશાસ્ત્રમાં નિપુણ અને જડીબુટ્ટી, મૂળિયાં તથા મંત્રવિદ્યામાં
પારંગત, શાસ્ત્રમાં કુશળ અને ઔષધ કરવામાં ચતુર એવા ઘણું વિદ્યાચાર્યો
મારે માટે આવ્યા. (૨૩) ચાર ઉપાયોથી યુક્ત અને એવી પ્રસિદ્ધ ચિકિત્સા તેમણે મારે માટે
કરી. પરંતુ તે સમર્થ વૈદ્યો અને તે દુઃખથી છોડાવી ન શક્યા. એ જ
મારી અનાથતા. ઉ. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org