SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ઉત્તરાધ્યયન સૂત્ર (૭) મહાન પ્રભાવશાળી અને મહાન યશસ્વી મૃગાપુત્રનું આ સૌમ્ય ચારિત્ર સાંભળી, ઉત્તમ પ્રકારની તપશ્ચર્યા અને સંયમને આરાધી તથા ત્રણ લેકમાં પ્રસિદ્ધ એવી ઉત્તમ (મોક્ષ) ગતિને લક્ષ્યમાં રાખીને – (૯૮) તેમજ દુઃખવર્ધક, (ચૌરાદિ) ભયના મહાન નિમિત્તરૂપ અને આસક્તિ વધારનાર એવા ધનને બરાબર ઓળખ્યા પછી તજી દઈને સાચા સુખને લાવનાર, મુક્તિયોગ્યગુણ પ્રકટાવનાર અને સર્વશ્રેષ્ઠ એવી ધર્મરૂપ ઘસરીને ધારણ કરો. " નેધ સંસાર આ દુઃખમય છે પણ તે સંસાર બહાર નથી, નરકગતિ કે પશુગતિમાં નથી, તે સંસાર તે આત્માની સાથે જોડાયેલું છે. વાસના એ જ સંસાર – આસક્તિ એ જ સંસાર. આવા સંસારથી જ દુઃખ જન્મે છે, ષિાય છે અને વધે છે. બહારનાં બીજાં શારીરિક કષ્ટો કે અકસ્માત આવી પડેલી સ્થિતિનું દુઃખ એ તે પતંગરંગ જેવું ક્ષણિક છે. તે દુઃખનું વદન થવું કે ન થવું તેને આધાર વાસના પર છે. આટલું જેણે જાણ્યું, વિચાર્યું અને અનુભવ્યું તેઓ જ આ સંસારની પાર જવાનો પ્રયત્ન કરી શક્યા છે. - એમ કહું છું – એ પ્રમાણે મૃગાપુત્રનું અધ્યયન સમાપ્ત થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001220
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1991
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy