________________
સયતીય
૧૦૭ (૮) તે રાજા તુરત જ પિતાના ઘોડા પરથી ઊતરી ઘેડાને દૂર મૂકીને મુનિશ્રી
પાસે જઈ તે આદર્શ ત્યાગીના બન્ને ચરણોને ભક્તિપૂર્વક નમે છે અને સરળ
હૃદયપૂર્વક કહે છે કે ભગવાન ! મારા અપરાધને આપ માફ કરે. (૯) પરંતુ તે વખતે એ યોગીશ્વર મૌનપૂર્વક ધર્મધ્યાનમાં તલ્લીન હોવાથી
રાજાને પ્રત્યુત્તર ન આપી શક્યા. આથી રાજા ભય વડે ખૂબ આકુળવ્યાકુળ થઈ ગયે.
નંધ: ગુનેગારનું અંતઃકરણ સ્વયં ખળભળ્યા કરે છે તેથી તેના હૃદયમાં પ્રથમથી ભય તે હવે જ. પરંતુ યોગીશ્વરના મૌને તેને વધારે વ્યાકુળ બનાવી મૂકો. (૧૦) (પિતાની ઓળખાણ આપતાં કહે છે કે, હે ભગવન ! હું સંયતિ (નામને
રાજા) છું. મને કંઈક કહો. કારણ કે મને બહુ બીક લાગે છે કે રખે કેપિત થયેલા અણગાર પિતાના શક્તિપ્રભાવ (તેજોલેયા)થી કરે મનુષ્યોને બાળી નાંખે !
નેધ : તપસ્વી અને યોગીપુરુષોને અનેક પ્રકારની સિદ્ધિઓ ઉત્પન્ન થાય છે. પરંતુ આદર્શપુરુષ તેને દુરુપયોગ કદી કરતા જ નથી છતાં મહારાજાને તે ભય ઉત્પન્ન થાય તે તે સ્વાભાવિક જ છે. મુનિશ્રી ધ્યાનમાંથી જાગૃત થઈ સ્વસ્થ. થયા અને ભયભીત રાજાને જોઈ તુરત જ બોલી ઊઠયા : (૧૧) હે રાજન ! તને અભય હે ! અને તું પણ હવે (તારી નીચેના જીવોને
માટે) અભયદાનને દાતા બની જા. અનિત્ય એવા આ જીવલોક (સંસાર)ને વિષે હિંસાના કાર્યમાં શા માટે આસક્ત થાય છે ?
નેધ : જેમ મારા ભયથી તું મુક્ત થયો તેમ તું પણ સર્વ જીવોને તારા ભયથી મુકત કર. અભયદાન જેવું એક ઉત્તમ દાન નથી. ક્ષણિક એવા મનુષ્યજીવનમાં આવાં ઘોર કૃત્યો શા માટે કરે છે ? (૧૨) જે તારે રાજપાટ, મેડી, મંદિર, બાગબગીચા, સ્વજન પરિવાર અને
શરીર વગેરે બધું છોડીને કર્મવશાત વહેલું મોડું જવાનું જ છે તે
અનિત્ય એવા આ સંસારમાં રાજ્ય પર પણ આસક્ત શા માટે થાય છે ? (૧૩) જેના પર તું મૂઝાઈ રહ્યો છે તે જીવન અને રૂ૫ એ બધું તો વિદ્યુતના,
ચમકારા જેવું ચંચળ છે. માટે હે રાજન્ ! આ લેકની ચિંતા છેડી પર લેક માટે કંઈક વિચાર કર. શા માટે પછીનાં પરિણામને ચિંતા નથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org