________________
શિક પ્રવચને ૯૧ પાણે સ્વચ્છ હતું. કચરે પડવાથી મલીન બન્યું. હવે જે કચ તદ્દન કાલ્પનિક હોય તે પાણીમાં મલીનતા આવી શકે નહિ. ' એમ કર્મ કે અવિદ્યા જે તદ્દન અસત્ હેય, કાલ્પનિક હોય
તે આત્મામાં બગાડો આવી શકે નહિ. ક્રોધ, માન, માયા, લાભ, હિંસાદિ પાપ, વિષયવાસના આ બધે આત્મામાં ભરાયેલ કચરો સત્ એવા કર્મ સિવાય કયાંથી આવ્યો? | માટે જ સત્ એવા કર્મથી આત્મા બંધાયેલો છે એમ ગ્રંધકાર ભગવંતને કહેવું પડયું. આત્મા જેમ સત્ છે તેમ કમ પણ સત છે. સત્ સને જ સંગ થાય. દૂધ સત્ છે, પાણી સત છે તે બંનેનો સંગ થાય છે. તેમ સત્ એવા કર્મને સત એવા આત્મા સાથે દૂધપાવીની જેમ સંગ થયેલું છે. કેવળ કાપનિક સંગ નહિ. કાલ્પનિક દોરડાથી કઈ બંધાયેલે જો છે ખરો? ના, જેને જેને બંધાયેલા જોયા છે તે સત્ એવા દોરડાથી કે સાંકળથી. - જે વસ્તુનું પ્રત્યક્ષ કાર્ય દેખાતું હોય તેને અસત્ કહેવાનું સાહસ કોણ કરે ?
પાણી સત્ છે તે પીવાથી તરસ છીપે છે, અગ્નિ સત્ છે તે રઈ થાય છે. પ્રકાશ થાય છે, ટાઢ જાય છે. પણ જે સર્વથા અસત્-કાલ્પનિક હોય તે તે કાર્યો થાય છે તે ન થાય. | માટે આત્મા સત્ (સત્ય) એવા કર્મથી બંધાયેલ છે તેને સ્વીકાર કરવો જોઈએ.
બીજું વિચિત્ર કર્મોથી બંધાયેલે આત્મા છે એમ ન કહીએ તે આત્મા ઉપર કર્મની જે જુદી જુદી અસરો પ્રત્યક્ષ દેખાય છે તે ન દેખાય. દરેક છામાં કમની જુદી જુદી અસરો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org