________________
૨ પડશક પ્રવચને
આ ષોડશક ગ્રંથ ઉપર પૂજ્યપાદ યશોભદ્રસૂરીશ્વરજી મહારાજાની અને પૂજ્યપાદ મહાપાધ્યાય ન્યાયવિશારદ થશેવિજયજી મહારાજાની ટીકા (સંસ્કૃત વિવેચન) છે. ટીકા વિના મૂળ સૂત્રનું તાત્પર્ય હાથમાં ન આવે. મૂળ સૂત્રનું રહસ્ય પામવા ટીકા ગ્રંથની ખૂબ જ ઉપયોગિતા છે. પ્રશ્ન:- આ ગ્રંથનું નામ પડશક શાથી છે? ઉત્તર:–આ ગ્રંથમાં ૧૬-૧૬ કોને એકેક અધિકાર છે.
એવા ૧૬ અધિકારે આ ગ્રંથમાં હોવાથી આ ગ્રંથનું નામ ષોડશક રાખેલું છે. '
ગ્રંથો ચાર પ્રકારના હોય છે ?–અનુગ દ્વારમાં તેની ચતુર્ભાગી બતાવેલી છે.
(૧) સૂત્રથી નાને, અર્થથી મટે. (૨) અર્થથી નાને, સૂત્રથી મોટો. (૩) અર્થથી મટે, સૂત્રથી મોટો. (૪) સૂત્રથી નાનો, અર્થથી નાને.
આ પ્રસ્તુત છોડશક ગ્રંથ પ્રથમ ભાગ્યમાં આવે છે. સૂત્રથી ભલે તેનું કદ નાનું હોય, પણ અર્થથી તેનું કદ ઘણું મોટું છે.
પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ પિતાના રચેલા ગ્રંથમાં જિનાગોનાં રહો ખોલી નાંખેલા છે, આગમના દ્વાર ખેલવાની ચાવીઓ અંદર મૂકી દીધી છે. ખૂબ ગંભીર અને સૂક્ષમ ધર્મ તો અંદર ભરેલાં પડયાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org