________________
૧૪ ડિશક પ્રવચને વસ્તુનું નિવેદન કર્યું છે. આ ગ્રંથમાં જે જે વિશ્વ કહેવાના છે તેને નિર્દેશ કરે તેને અભિધેય કહેવાય છે.
ત્રીજું પ્રજન પણ બતાવવું જોઈએ. ગ્રંથકર્તાનું પ્રજન શ્રોતાને કે અધ્યયન કરનારને આ ગ્રંથના તાવિક પદાર્થોને બંધ થાય અને પરંપરાએ આ મેક્ષને પામે તે છે.
ચેથે સંબંધ પણ જણાવવો જોઈએ. વાસ્ય–વાચક સંબંધ, ઉપાય-ઉપેય સંબંધ.
આ ગ્રંથ વાચક છે અને તેના દ્વારા ધર્મપરીક્ષાદિ ભાવો એ વાએ છે. અથવા ગ્રંથ ધર્મપરીક્ષકદિ ભાવેને જાણવાનો ઉપાય છે અને ધર્મપરીક્ષિકાદિ ભાવેને જાણવા તે ઉપેય (સાધ્ય) છે.
આ મંગલ અભિધેય, પ્રોજન અને સંબંધને શામાં અનુબંધચતુષ્ટય કહેવામાં આવે છે.
સામાન્યતઃ શિટ પુનો આચાર છે કે ગ્રંથની આદિમાં આ અનુબંધ–ચતુષ્ટય કહેવાં. જેથી શ્રોતાની કે અધ્યયન કરનારની આ ગ્રંથમાં પ્રવૃત્તિ થા.
ઈષ્ટદેવ એવા વીર પરમાત્માને ગ્રંથકારે નમસ્કાર કર્યા. તે નમસ્કાર શું વસ્તુ છે તે પણ જાણવું જોઈએને? જૈન શાસનમાં દરેક શુભ પ્રવૃત્તિ કરતાં અરિહંત ભગવંતને નમસ્કાર કરવામાં આવે છે. આ નમસ્કાર એ સર્વ શ્રુતસાગરનો સાર છે. સકલ શ્રુતની અતર્ગત છે. માટે વ્યાખ્યાન કરતાં, ગ્રંથની વાચના આપતાં પ્રથમ નવકારમંત્ર બોલીને જ શરૂ આત કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org