________________
૧૨૮: ઇશક પ્રવચને
(૧૫૦) આચારવિચાર વિનાની વાણી તેલ વગરના દીવા જેવી છે.
(૧૫૧) આજે સંયમ વિકાસ તરફ વધુ લક્ષ આપવાની જરૂર છે,
(૧પર) શક્તિનો વિકાસ તે જૈનેતર જગતમાં પણ ઘણે - જોવા મળે છે, પણ ત્યાં યમ વિકાસ નથી.
(૧૫૩) જૈન ધર્મમાં કિંમત સંયમની છે. સંયમ અને શક્તિને સુભગ એટલે જૈન શાસનને જય જયકાર.
(૧૫૪) આજના કાળે શક્તિશાળી સાધુ ઉપર ગુરુને ખાસ અંકુશ જરૂરી છે.
(૧૫૫) વિવેકી શ્રાવકોએ મોજશોખની ચીજે સાધુસાધ્વીને વહેરાવવી ન જોઈએ.
(૧૫૬) શ્રાવિકાઓએ વ્યાખ્યાનના સમય સિવાય સાધુની વસતિમાં આવવું ન જોઈએ.
(૧૫૭) શ્રાવકર સાધુઓના સંયમ સ્વાધ્યાયની વારંવાર ઉપબૃહણા કરવી જોઈ એ.
(૧૫૮) નાનામાં નાના સંયમી સાધુની કિંમત શ્રાવકને હેવી જોઈએ.
(૧૫૯) જગત અને જગતના પદાર્થો જેવા સ્વરૂપે છે તેવા જ સ્વરૂપ બતાવવાનું કામ જેન શાસનનું.
(૧૬૦) જગતના જીવ માત્રનું રક્ષણ કરનાર હોય તે જૈન શાસન છે.
(૧૬૧) તીર્થકર ભગવંતે જગતના જીવમાત્રના પાલક પરમ પિતા છે.
Jain Education International
For Private & Personal Use Only:
www.jainelibrary.org