________________
૧૧ર :
શક પ્રવચન
ધર્મના સૂમ આચારોનું તેની આગળ વર્ણન કરે. (બુધ) પંડિત શ્રોતા હોય તો તેની આગળ આગના સૂકમ રહનું વર્ણન કરે.
આ રીતે ધર્મગુરુ શ્રોતાની કક્ષા વિચારીને ઉપદેશ આપે. - જે પરસ્થાને દેશના આપે તો તે ધર્મગુરૂ પાપના ભાગી દાર બને છે તે વાત હવે પછી ચૌદમા શ્લોકમાં ગ્રંથકાર ભગવત બતાવે છે.
यद्भाषित मुनीट्रैः पाप स्खलु देशना परस्थाने ।
उन्मार्गनयनमेतद् भवगहने दारुणविपाक ॥१४॥
જિનેશ્વર દેએ કહ્યું છે કે પરસ્થાને દેશના તે પાપરૂપ છે. તેનાથી શ્રોતા સન્માર્ગનો ત્યાગ કરી ઉન્માર્ગે ચાલ્યો જાય છે. ગહન એવા ભવસમુદ્રમાં તે આત્મા ડૂબી જાય છે ત્યાં તે ભયંકર દારુણવિપાકને પામે છે. - જે ઉપદેશ જેને લાયક ન હોય તેને તે ઉપદેશ આપવાથી તે શ્રોતા ધર્મ પ્રત્યે અને ધર્મગુરુ પ્રત્યે અરુચિવાળા બને છે. જતા દિવસે ઉપાશ્રયનું પગથિયું ચઢવાનું પણ ભૂલી જાય છે. માટે વ્યાખ્યાનકાર ગુએ ખૂબ સૂક્રમમતિથી શ્રોતાની કક્ષાની ચકાસણી કરીને ઉપદેશ આપવાની શરૂઆત કરવી જોઈએ. - એકડિયામાં ભણતા વિદ્યાર્થીને મેટ્રિકના ધોરણના પુસ્તકોનું અધ્યયન કરાવનાર શિક્ષક બુદ્ધમાં ખપે. એમ મેટ્રિકના વિદ્યાથી ઓને એકડિયાના પુસ્તકોનું અધ્યયન કરાવનાર શિક્ષક પણ વિદ્યાર્થીઓને વિકાસ રુંધનારો બેવકૂફ ગણાય, એમ ધાર્મિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org