________________
પૂર્વ આવૃત્તિનું
પ્રકાશકનું નિવેદન શ્રી જૈન સત્યપ્રકાશ માસિકમાં અનુક્રમે પાંચમા વર્ષથી દશમાં વર્ષ સુધી આ નિહનવવાદ લેખ રૂપે લખાએલ-પ્રગટ થયેલ તે આજે પુસ્તકરૂપે પ્રગટ થાય છે. નિર્નવોની વાત સાધારણ રીતે સ્વચ્છન્દતાપોષક હોય છે. નિહનવોને માટે આપણે એક રીતે કહી શકીએ કે તેઓ જૈન સામ્રાજ્યના ધાડપાડુઓ છે. એટલે ધાડપાડુઓ જેવી તેમની કરણી અને હકીકત હોય છે. ધાડપાડુઓના કરુણ અંજામો સાંભળીને તેના જેવું આચરણ કરવાનું પસંદ કોઈ સુજ્ઞ તો ન જ કરે. આ પુસ્તક વાંચી-વિચારીને સમજુઆત્મા પોતામાં નિહનવતાને પ્રવેશવા નહીં દે અને હશે તો દૂર કરશે. એટલું થશે તો આ પુસ્તકનું પ્રકાશન સફળ થયું લેખીશું.
પુસ્તકમાં લેખક પૂજ્ય મુનિશ્રી ધુરન્ધરવિજયજી મહારાજનો આભાર યા ઉપકાર માનવો એ એક સાધારણ વાત છે. સ્વ-પર-કલ્યાણ અર્થે પ્રવૃત્તિ કરતા પૂજ્ય પુરુષોના ઉપકાર ચા આભાર શબ્દ માત્રથી માની સંતોષ માનવો એ વાસ્તવિક કૃતજ્ઞતા નથી. તે માનનીયોના ખરા આભાર ચા ઉપકાર માનવાની રીત તેમના આદેશ ને ઉપદેશ પ્રમાણે જીવનને ઘડવું-કેળવવું એ છે.
અમે ખાસ આભારી છીએ ભાઈ સુશીલના કે જેમણે આ પુસ્તકને પ્રસ્તાવનાની સુગંધિત પુષ્પમાળા પહેરાવી છે. એ માળાની સુગન્ધથી આકર્ષાઈને પણ કેટલાએક ભમરો આ પુસ્તકપુષ્પના સૌરભ અને પરાગને આવાશે.
આપ્રકાશનમાં અમને અન્ય જે કોઈ સજ્જનોએ મદદ કરી છે તે સર્વના આભાર સાથે વિરમીએ છીએ.
– પ્રકાશક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org