SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારારભ ? : ૩૧૯ : ૨૩ ખરેખર માયાની માયા અકળ છે. ૨૪ મૂરછથી પંચમ મહાવ્રતની વિરાધના થાય છે. ૨૫ આ એક સાધુને આવી કિંમતી કામળ રાખવાની છૂટ આપવાથી બીજા મુનિઓ પણ તેનું અનુકરણ કરી કિમતી વસ્તુઓ રાખતા થઈ જશે, ને એ રીતે અપરિગ્રહી ગણાતા મુનિઓ ધીરે ધીરે પરિગ્રહને વશ થઈ પતન પામશે.-લગોટી લેતા બાવાની માફક જંજાળ વધારી મૂકશે. , નયવાદ– ૧ વિશ્વના વ્યવહાર માત્રને નય જ્ઞાનની આવશ્યકતા રહે છે. ૨ નયજ્ઞાન સિવાય જે કંઈ પણ વિચારણુ કે વ્યવહાર ચલાવવામાં આવે છે તે વિચારણું યા વ્યવહાર પોતાનું વાસ્તવિક ફળ ઉત્પન્ન કરી શકતા નથી, એટલું જ નહિં પણ વિપરીત ફળ ઉત્પન્ન કરે છે, માટે નયજ્ઞાન દરેકે મેળવવું જોઈએ. ૩ જે કઈ પણ વસ્તુને આપણે એક જ અપેક્ષાએ સમજીએ કે કહીએ એટલું જ નહિં પણ બીજી અપેક્ષાને વિરોધ કરીએ તે સત્ય સમજાય નહિં ને વિરોધ જ વધી પડે. ૪ બીજી અપેક્ષાઓને વિરોધ કર્યા સિવાય એક અપક્ષાએ વસ્તુને જાણવી કે કહેવું તેનું નામ નય. ૫ જેટલા વચનવ્યવહારે છે તેટલા નય છે. ૬ નૈગમ સામાન્ય અને વિશેષ બન્નેને સ્વીકારે છે. ૭ સંગ્રહ ફક્ત સામાન્યને જ સ્વીકારે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy