________________
: ૨૪૮ :
નિહ્નવવાદ : વ્યવસાયને કારણે તે દરિદ્રને ઉદ્ધાર કરી શકે નહિં, ને તેની સાથે થયેલ સમાગમ-વાતચિત ને તેના ઉદ્ધાર માટે કરેલ વિચાર એ સર્વ વિસરી જાય. તે દરિદ્ર દારિદ્રયના દુ:ખમાં સબડ્યા કરે ને વિચારે કે તે દિવસે તે ગામમાં કેઈએક માણસ મળ્યા હતા, ખૂબ નેહ બતાવતો હતો ને કહેતો હતું કે મારે માટે રાજ્ય વગેરે છે, હું તેને સુખી કરીશ. પરંતુ તે માણસ કહેતો તે સર્વે જીવું જણાય છે. આટલા દિવસે થયા છતાં તેમાંનું કાંઈ જણાયું નહિં. આવી દરિદ્રની માન્યતા તે જેમ અશ્વ ને ઉપહાસનીય છે તે જ પ્રમાણે છે રાજનતારી માતા સ્વર્ગથી ન આવી માટે સ્વર્ગ જ નથી એવી તારી માન્યતા પણ અનુચિત ને અયોગ્ય છે. દેવ-સ્વર્ગનું વર્ણન–
સ્વર્ગ સ્વાભાવિક સુન્દર છે. તેમાં દે દેવીઓ સાથે ગીત-નૃત્ય-નાટકાદ લેગવિલાસમાં આસક્ત હોય છે. એક એક નાટક હજાર વર્ષ સુધી ચાલે છે. આનન્દમાં ને સુખમાં પિતાનો સમય કયાં જાય છે તેની પણ તેઓને ખબર પડતી નથી. ઓછામાં ઓછું દશ હજાર વર્ષનું તેમનું આયુષ્ય હોય છે. આયુષ્ય પરિપૂર્ણ થયેથી જ તેઓનું ત્યાંથી ચ્યવન થાય છે, તેટલા નાના આયુષ્યવાળા દેવને પણ એકાન્તરે આહારની ઈચ્છા થાય છે, ભેજનને માટે તેઓને ચૂલા પુકવાની-રાંધવાની કડાકૂટ કરવી પડતી નથી, ઈછા થવાની સાથે જ તેમને તૃપ્તિ થઈ જાય છે. આપણે ૪૯ વખત ધાસ લઈએ ત્યારે તેઓ એક વખત શ્વાસ લે છે. ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમનું ત્યાં આયુષ્ય હોય છે. એક સાગરોપમના
૧. આ સાગરોપમની સમજ આ પ્રમાણે છે. એક યોજન લાંબા પહોળા ને ઊંડા પ્રમાણુવાળા એક પલ્પ–કૂવામાં દેવકુર ને ઉત્તરકુરુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org