________________
સપ્તમ નિદ્ભવ ગાણા માહુિલઃ
: ૧૭૧ : વિષ્યમુનિ–સાપ ને કાંચળી જે સમ્બન્ધ આત્મા અને કર્મમાં કઈ રીતે ઘટી શકે ?
ગેછા માહિલ– જેમ કાંચળી સાપથી જુદી છે, તેમ કમ પણ આત્માથી ભિન્ન છે. સાપના શરીર પર રહેલ કાંચળી સાપના જેવી જ જણાય છે, તેમ આત્માની સાથે સમ્બન્ધ પામેલ કર્મ પણ આત્માના જેવું જણાય છે. જ્યાં જ્યાં સાપ જાય છે ત્યાં ત્યાં કાંચળી પણ જાય છે, તેમ આત્માની સાથે કર્મ પણ જાય છે. જીર્ણ થયેલ કાંચળીને છોડીને જેમ સર્પ એકાકી ચાલ્યો જાય છે, તેમ જીર્ણ થયેલ કર્મને નિર્ઝરી આત્મા પણ સ્વચ્છ ને નિર્લેપ એકાકી મુક્તિ માં જાય છે, માટે આત્મા ને કર્મના સમ્બન્ધમાં સર્પ ને કંચુકનું ઉદાહરણ જ યથાર્થ છે.
વિધ્યમુનિ–આપનું કથન વિચારણીય છે. કાલે આ સમ્બધમાં વિશેષ વિચાર ચલાવીશું. - પૂજ્ય શ્રી પુષ્યમિત્રસૂરિજી મહારાજને પૂ. વિશ્વમુનિએ ગોષ્ઠા માહિલ સાથે થયેલ સર્વ ચર્ચા સંભળાવી, ને આત્મા ને કર્મને સમ્બન્ધ સર્પ-કંચુક જે માનવામાં ક્યા ક્યા દેશે આવે તે સર્વ ખુલાસા મેળવ્યા. બીજે દિવસે ગોઝા માહિલને સર્વ સમજાવ્યું પણ તે સમજ્યા નહિં. ‘પુષ્યમિત્ર ભૂલે છે” એમ જ કહેવા લાગ્યા. રેજ ને રોજ એ ચર્ચા ચાલવા લાગી ને એમ ને એમ આઠમા પૂર્વનું અધ્યયન પૂર્ણ થયું.
નવમા પૂર્વના અભ્યાસને આરંભ થયે. તે પૂર્વનું નામ પ્રત્યાખ્યાન પૂર્વ” છે. તેમાં પરચકખાણુના વિષયનું વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યું છે. જેમ જેમ મુનિઓના અધ્યયનમાં વિકાસ થવા લાગે તેમ તેમ ગોષ્ઠા માહિલના હૃદયમાં ઈષ્ય ને દ્વેષ પણ વધતાં જ ચાલ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org