________________
સમ્યક્ત્વ પટ્રસ્થાન ચઉપઈ
સતુષપણું જિમ તંદુલે ઘણું, શ્યામપણું ત્રાંબાનિ ઘણું ક્રિયા વિના ન વિનાસઇ પુત્ર! જાણિ પુરુષમલ તિમ
અપવિત્ર II ૫૯ || સતુષપણું – ફોતરાસહિતપણું, જિમ તંદુલતણું – વીહિતણું, ત્રાંબાભાજનનું ઘણું – ઘણેરું યામપણું – મલિનપણું, કંડનમાર્જનપ્રમુખ ક્રિયા વિના હે પુત્ર – રામચંદ્ર ! નાસઈ નહી તિમ અપવિત્ર જે અનાદિકાલીને પુરુષમલ કર્મરૂપ છઈ તે ક્રિયા વિના જ્ઞાનમાત્રઈ નાસૈ નહી, વચનમાત્રઈ આત્મા સંતોસ્લઈ ચૂં થાઈ ! ઉક્ત ચ –
ભણંતા કરતા ય બંધમુક્તપઈનિણો | વાયાવિરિયમિત્તેણં સમાસાસિંતિ અuય || ૯ ||
ચોખા – ડાંગરનું ફોતરાસહિતપણું અને ત્રાંબાના વાસણનું મલિન હોવાપણું જેમ ખાંડવા-માંજવા વગેરે ક્રિયાઓ વિના દૂર થતું નથી તેમ પુરુષને જે અનાદિકાલીન અપવિત્ર કર્મલ લાગેલો છે તે ક્રિયા વિના કેવળ જ્ઞાનથી નષ્ટ ન થાય. આત્માની શુદ્ધિની કેવળ વાત કરીને આત્માને સંતોષ્ય શું વળે? કહ્યું છે કે “બંધમોક્ષનું વિવરણ કરનારા જે માત્ર બોલ્યા કરે છે ને ક્રિયા કરતા નથી તે વાચાના વીર્યમાત્રથી આત્માને આશ્વાસન આપે છે.”
૧. જુઓ અધ્યાત્મોપનિષત, અધિક ૩ શ્લો. ૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org