________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ
પ્રકૃતિ કરઇ, નવિ ચેતન ક્લીબ, પ્રતિબિંબઇ તે ભુજઇ જીવા પંચવીસમું તત્ત્વ અગમ્ય, છઇ કૂટસ્થ સઘશિવ રમ્યા ૫૦
પ્રકૃતિ તે સર્વ કાર્ય કરઈ છઈ, ચેતન – આત્મા નવિ કરઈ જે માટઈ તે ક્લીબ છઈ – ક્રિયાનો અસમર્થ છઈ જ્ઞસ્વભાવ તે કસ્વભાવ કિમ હુઈ ? બુદ્ધિ કરઈ છે તે પ્રતિબિંબઈ જીવ ભુજઈ છઇ, “બુદ્ધિનિષ્ઠપ્રતિબિમ્બગ્રાહિત્યમેવ ચિતો ભોગ:”| અત એવ સાંખ્યમતઈ સાક્ષાભોક્તા આત્મા નથી ! પંચવીસમું તત્ત્વ આત્મરૂપ અગમ્ય – અગોચર છઇ, કૂટસ્થ ક, અનિત્યધર્મરહિત, સદાશિવ ક. સદાનિરુપદ્રવ, રમ્ય ક. મનોહર II ૫૦ ||
પ્રકૃતિ ક્રિયા કરે છે, ચેતન નહીં. એ તો ક્લબ – નપુંસક, ક્રિયા કરવાને અસમર્થ છે. એ જ્ઞાતાસ્વભાવનો છે, તે કિર્તાસ્વભાવવાળો કેવી રીતે થાય ? પ્રકૃતિ – બુદ્ધિ જે કરે છે તેને પ્રતિબિંબ રૂપે જીવ ભોગવે છે. કહ્યું છે કે “પરિણામાકારોનાં પ્રતિબિંબોને ધારણ કરવા એ જ ચિત્ એટલે આત્માનો ભોગ છે.” આમ સાંખ્યમતમાં આત્મા સાક્ષાત્ ભોક્તા નથી. પચીસમું તત્ત્વ જે આત્મા કે પુરુષ તે અગમ્ય, અગોચર એટલે ઇન્દ્રિયાદિનો અવિષય છે. એ કૂટસ્થ એટલે અનિત્ય ધર્મથી આત્યંતિકપણે રહિત છે અર્થાત્ સર્વથા નિત્ય સ્વભાવ-ધર્મવાળો છે. એ સદાશિવ એટલે જેને કદી કશો ઉપદ્રવ થતો નથી એવો છે. એ રમ્ય એટલે કે મનોહર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org