________________
સમ્યક્ત્વ ષટ્રસ્થાન ઉપર
૬૩
જિમ દરપણ મુખિ લાલિમ તાસ બિંબચલનનો હોઈ ઉલ્લાસT વિષય પુરુષ ઉપરાગ નિવેસ તિમ બુદ્ધિ વ્યાપારાવેશ ૪૭ ||
તિવારઈ ૩ પ્રકાર થાઈ છઇ તે દેખાડઈ છઈ દષ્ટાંત – જિમ દરપણિ કઆરીસઈ મુખ દીસઈ (૧), તે મુખની લાલિમ – રક્તતા દીસઈ (૨), દરપણ ચલતાંઇ બિંબના ચલનનો ઉલ્લાસ હોઈ (૩), તિમ તે બુદ્ધિ ચિત્રતિબિંબઈ ઘટાદિ વિષયોપરાગ અહં એ પુરુષોપરાગ, ક્રિયારૂપ વ્યાપારાવેશ હોઈ I ૪૭ |
બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ ત્રણ પ્રકારે પડે છે. (૧) જેમ દર્પણમાં મુખનું પ્રતિબિંબ પડે છે અને પરિણામે દર્પણને જ મુખ માની લેવાની ભ્રાન્તિ થાય છે તેમ બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે. પરિણામે બુદ્ધિ પોતાને જ પુરુષ માને છે: “હું જ પુરુષ છું.' આ પુરુષોપરાગ થયો. (૨) દર્પણ પર લાલ ડાઘ હોય અને મુખનું પ્રતિબિંબ ત્યાં પડે તો પરિણામે ભ્રાન્તિ થાય છે કે મુખ પર લાલ ડાઘ છે. તેવી જ રીતે, બુદ્ધિ ઘટાદિ આકારે પરિણમે છે, આવી બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે, પરિણામે બુદ્ધિને ભ્રાન્તિ થાય છે કે પુરુષ ઘટાદિ આકારે પરિણમે છે. બુદ્ધિ સુખ-દુઃખ મોહાકાર ધારણ કરે છે અને એવી બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે, પરિણામે બુદ્ધને ભ્રાન્તિ થાય છે કે પુરુષ સુખ-દુઃખ મોહાકાર ધારણ કરે છે. આ થયો વિષયોપરાગ. (૩) દર્પણ હાલે છે, તેમાં મુખનું પ્રતિબિંબ પડે છે, પરિણામે સ્થિર મુખના હાલવાની ભ્રાન્તિ થાય છે. તેવી જ રીતે ક્રિયાશીલ બુદ્ધિમાં સ્થિર પુરુષનું પ્રતિબિંબ પડે છે, પરિણામે બુદ્ધિને
૧. ક્રિયાશરૂપ ૩૦
Jain Education International.
For Private & Personal Use Only
www.jainelibrary.org