________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ પણ નથી. બંધક્ષણ અને મોક્ષક્ષણ આત્યંતિકપણે ભિન્ન હોય તો જે ક્ષણ બંધાયેલી છે તેનો તે જ ક્ષણે નાશ થઈ જવાથી તેને મુક્ત થવાનું ન રહ્યું અને મોક્ષક્ષણ પૂર્વે બંધાયેલી ન હોવાના કારણે ન બંધાયેલી ક્ષણનો મોક્ષ થયો એમ માનવાની આપત્તિ આવે ને આ રીતે જે બંધાય છે તે મુક્ત થાય છે' એમ કહેવાની સ્થિતિ રહે નહીં. એ સ્થિતિમાં મોક્ષને અર્થે કોણ પ્રવર્તે ? વળી જો એમ કહેવામાં આવે કે બંધજનનશક્તિવાળી ક્ષણ અને મોક્ષજનનશક્તિવાળી ક્ષણ જુદી છે, પણ જે બંધની ક્ષણ છે તે પોતાનામાં અને મોક્ષક્ષણમાં એકત્વનો આરોપ કરી અર્થાત્ એકત્વની કલ્પના કરી મોક્ષની ક્ષણનું સંપાદન કરવા અવિદ્યાથી પ્રવર્તે છે, કાંટો કાંટાને દૂર કરે એમ મોક્ષ અંગેની પ્રવૃત્તિ કરાવનાર અવિદ્યાના વિવર્તરૂપ સંસારના મૂળરૂપ અવિદ્યાનો નાશ કરે છે, તો બંધમોક્ષની ક્ષણોની જનક એક શક્તિ ન હોતાં એટલે કે બંધક્ષણ અને મોક્ષક્ષણ આત્યંતિકપણે ભિન્ન હોતાં દેવદત્તની મોક્ષક્ષણ યજ્ઞદત્તની મોક્ષક્ષણને પેદા કરવા કેમ ન પ્રવર્તે ? મતલબ કે પ્રવર્તે છે એમ કહેવાની સ્થિતિ આવશે. બંધમોક્ષની ક્ષણોની જનક એક શક્તિ માની એટલે આત્મદ્રવ્ય સિદ્ધ થઈ જાય છે.
૩૦
જે બીજક્ષણ અંકુરને ઉત્પન્ન કરે છે તેનામાં જ અંકુરજનકત્વ છે, અન્ય બીજક્ષણોમાં અંકુરજનકત્વ નથી એમ માનતાં સંકરતા ભેળસેળનો દોષ આવે છે. કારણ કાર્યમાં વ્યાપે છે, તેથી એક સાથે એક સમયે બંને ક્ષણોનું (કારણક્ષણ અને કાર્યક્ષણનું) હોવું જરૂરી છે. એક પછી એક આવતી બે અત્યંત અસંબદ્ધ ભિન્ન ક્ષણોમાં કારણશક્તિ અને કાર્યશક્તિ માનતાં કશું (અર્થાત્ કાર્યકારણભાવનું
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org