________________
૧૦
સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ
જ્ઞાનાદિક ગુણ અનુભવસિદ્ધ, તેહનો આશ્રય જીવ પ્રસિદ્ધ પંચભૂતગુણ તેહનઈ કહો, ઇંદ્રિયગ્રાહ્ય ન કિમ સદ્દહો?
! ૧૦ || જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય પ્રમુખ ગુણ જે અનુભવસિદ્ધ - માનસપ્રત્યક્ષશું પ્રસિદ્ધ છઇં તે ગુણનો જે આધાર તે જીવદ્રવ્ય અનુમાન-પ્રમાણૉં આવછે | અનુમાન પ્રમાણ ન માનઈ તે પરના મનનો સંદેહ કિમ જાણશું ? તિવારઈ પરનઈં ઉપદેશ કિમ દિઈં ? અનઈ જો તેહનઈં જ્ઞાનાદિકગુણનઈં પંચભૂતનો સંયોગજ ગુણ કહો તો ઇંદ્રિયગ્રાહ્ય કિમ ન માનો ? ભૂતગુણ જે કાઠિન્ય-શીતત્વાદિક તે ઇંદ્રિયગ્રાહ્ય છઇ, ચેતના ઇંદ્રિયગ્રાહ્ય નથી, તે માટઈ તે આત્માનો ગુણ જાણવો || ૧૦ ||
જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય વગેરે ગુણો અનુભવસિદ્ધ છે. એ માનસપ્રત્યક્ષ છે, ઇન્દ્રિયપ્રત્યક્ષ નથી એ જાણીતી વાત છે. આ ગુણોના આધારરૂપ કોઈ દ્રવ્ય હોવું જોઈએ એ રીતે જીવ અનુમાનથી સિદ્ધ થાય છે. તમે અનુમાન પ્રમાણમાં ન માનતા હો તો બીજાના મનનો સંદેહ કેવી રીતે જાણો છો અને સંદેહ જાણ્યા વિના) તેને ઉપદેશ કેવી રીતે કરો છો? મતલબ કે બીજાના મનનો સંદેહ કંઈ ઇન્દ્રિયપ્રત્યક્ષ નથી, એનું મુખાદિકની પ્રવૃત્તિથી અનુમાન જ થાય છે. જ્ઞાનાદિ જીવના નહીં પણ પંચભૂતના સંયોગથી જન્મતા ગુણો હોઈ તેમને પંચભૂતના ગુણ ગણતા હો તો એને પંચભૂતના કઠિનતા, શીતલતા વગેરે ગુણોની જેમ ઇન્દ્રિયગ્રાહ્ય માનવા જોઈએ. પણ તમે એમ માનતા નથી. તેથી જ્ઞાન, દર્શન આદિને આત્મા – જીવ એ સ્વતંત્ર દ્રવ્યના જ ગુણ માનવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org