________________
સમ્યક્ત્વ પાન ચઉપઈ
પહેલો નાસ્તિક ભાખઇ શૂન્ય, જીવ શરીરથકી નહિ ભિન્ન । મદ્ય-અંગથી મદિરા જેમ, પંચભૂતથી ચેતન તેમ ॥ ૫ ॥
પહલો નાસ્તિ(૧)સ્થાનવાદી ‘નાસ્તિક’ ચાર્વાક ‘શૂન્ય’ કહતાં તત્ત્વજ્ઞાનઇં સૂનો કુયુક્તિનો કહનાર ભાખઇ' કહતાં બોલઇ છઇ, જે જીવ શરીર થકી ભિન્ન’ કહતાં જૂદો નથી, અનઇ ચેતના જે હોઇ છઇ તે પંચભૂતના સંયોગથી જ, જિમ મદ્યનાં અંગ જે ગુડ-દ્રાક્ષાઇક્ષુરસ-ધાતકી-પુષ્પપ્રમુખ તેહથી મદિરા ઉપજઇ છઇ || ૨ ||
એમાં પહેલો નાસ્તિક પક્ષ જીવ નથી એમ માનનાર પક્ષ ચાર્વાક પક્ષ છે, જે શૂન્ય - તત્ત્વના જ્ઞાનથી સૂનો છે. ખોટો તર્ક લડાવતાં એ કહે છે કે જીવ શરીરથી જુદો નથી. મદ્યના અવયવભૂત ગોળ, દ્રાક્ષ, શેરડીનો રસ, ધાવડીનાં ફૂલ વગેરેના સંયોગથી જેમ મદ્ય ઉત્પન્ન થાય છે તેમ પાંચ મહાભૂતોના સંયોગથી ચેતન (જીવ) ઉત્પન્ન થાય છે.
Jain Education International
૫
G
For Private & Personal Use Only
www.jainelibrary.org