________________
સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ
૧૬૫
૧૬૫
અંશ ગ્રહી નયકુંજર ઊઠ્યા, વસ્તુતત્ત્વતઃ ભાજઇ જી, સ્યાદવાદઅંકુશથી તેહનઈ આણઈ ધીર મુલાઈ જી, તેહ નિરંકુશ હોઇ મતવાલા, ચાલા કરઈ અનેકો જી, અંકુશથીદરબારિ છાજઇ, ગાજઇધરીઅવિવેકોજી | ૧૧૮ ||
નયરૂપ કુંજર થઈ તે એકેક અંશ રહી ઉન્મત્ત થકા ઊઠ્યા છે તે વસ્તુતત્ત્વરૂપ તરુ કવૃક્ષનઈ ભાઈ છઈ | ધીરપુરુષ છ0 તે અંશગ્રાહી નયકુંજરનઈ સ્યાદ્વાદઅંકુશઈ મુલાઈ આણઈ – વશ કરઈ ! તેહ નિરંકુશ હોઈ નિરપેક્ષ થકા ચાલૐ તો મતવાલા હોઈ, અનેક ચાલા કરશું, વેદાંતાદિ વાદમાંહિ પ્રવેશ કરીનઈ . હાથી પણિ નિરંકુશ હાટ ઘર ભાંજઇ, સ્વતંત્ર થકા વનમાંહિ ફિરઇ, અંકુશથી દરબારઈ છાજઇ, વિવેક ધરી પટ્ટહસ્તીં થઈ ગાજઇ ! નય પણિ સ્યાદ્વાદઅંકુશમાં સીખવા જિનશાસનરૂપ રાજદ્વારઈ છાજઇ, આપબલઈ ગાજી |૧૧૮ |
એક-એક અંશને ગ્રહણ કરનારા – એકાંતિક નવરૂપી હાથી ઉન્મત્ત થઈ ઊઠે છે અને વસ્તુતત્ત્વરૂપ વૃક્ષને ભાંગે છે. ધીર પુરુષ સ્યાદ્વાદરૂપી અંકુશથી એ અંશગ્રાહી નયરૂપી હાથીને મર્યાદામાં આણે છે – વશ કરે છે. જેમ નિરંકુશ હાથી દુકાન, ઘર વગેરે ભાંગે છે, સ્વતંત્ર થઈને વનમાં ફરે છે પણ અંકુશમાં લીધે દરબારે શોભે છે, વિવેક ધરીને મુખ્ય હાથીનું પદ પામી ગાજે છે – ગૌરવ અનુભવે છે તેમ અંશગ્રાહી નવો નિરંકુશ થઈને સ્વતંત્રપણે ચાલે છે, વેદાંતાદિ મતોમાં પ્રવેશ કરીને મત્ત બનીને અનેક ચાળા કરે છે, પણ સ્યાદ્વાદરૂપી અંકુશથી વિવેક શીખી જિનશાસનરૂપ રાજદ્વારે શોભે છે અને આપબળે ગાજે છે, ગૌરવવંતા બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org