SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ ષટ્રસ્થાન ઉપઈ ૧૬૩ ગ્રહી એકેક અંશ જિમ અંધલ કહઈ કુંજર એ પૂરો છે, તિમ મિથ્યાત્વી વસ્તુ ન જાણઇ, જાણે અંશ અધૂરો જીવ લોચન જેહનાં બિહુ વિકસ્તર તે પૂરો ગજ દેખઈ જી, સમકિત તિમ સકલનપસંમત વસ્તુ વિશેષઈ જી || ૧૧૭ જિમ કોઈ અંધો ઇક-ઈક અંશ ગ્રહી પૂરો કુંજર એ ઈમ સદ્દહઈ - દંત ગ્રહઈ તે મૂલકપ્રમાણ કહઈ, શુંડિ ગ્રહઈ તે દંડપ્રમાણ, કર્ણ ગ્રહઈ તે સૂપ્રિમાણ, ચરણ ગ્રહઈ તે કોઠીપ્રમાણ કહઈ તિમ મિથ્યાત્વી વસ્તુ યાવદ્ધર્મમાન છઈ તાવધર્મમાન જાણઈ નહીં, અધૂરો એક અંશભેદાદિક જાણઈ | જેહનાં બે લોચન વિકસ્વર છઈ, અનુપહત છઈ તે કર-ચરણ-દંતાદ્યવયવઈં સંસ્થાન-રૂપાદિકઇં વિશિષ્ટ પૂરો હાથી દેખઈ તિમ સમ્યગ્દષ્ટી સકલન સમિત વસ્તુ છઈ તે વિશેષઈ નવવાદમાહિં ઉદાસીન હુઈ રહઈ, ન નિંદઈ, ન સવઈ, કારણ વિના નયભાષાઈ ન બોલઇ, ઓહારિણિ અપ્રિયકારણિ ચ ભાસં ન ભાસિજજ સયા સ પુજ્જો” (દશવૈ. અ. ૯ ઉ. ૩, ગાથા ૯) ઈતિ વચનાત્ II ૧૧૭ II જેમ કોઈ આંધળો હાથીનો એકએક અંશ ગ્રહીને એ પૂરો હાથી છે એમ માને છે – દાંત પકડ્યા છે તે હાથીને મૂળા જેવો કહે છે, સૂંઢ પકડી તે ડાંડા જેવો કહે છે, કાન પકડ્યા તે સૂપડા જેવો કહે છે, પગ પકડ્યા તે કોઠી જેવો કહે છે – તેમ મિથ્યાત્વી વસ્તુ જેટલા ધર્મવાળી છે તેટલા ધર્મવાળી સમજતા નથી, વસ્તુને અધૂરી – એના એકએક અંશભેદને જાણે છે પણ સંપૂર્ણ વસ્તુને જાણી એમ માને છે). જેની બે આંખો ખુલ્લી છે, દૂષિત નથી તે સૂંઢ, પગ, દાંત વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy