________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ
જિહાં એક તિહાં સિદ્ધ અનંત પય-સાકર ૫રિ ભિલઇ એકંત । રૂપીનઇ ભિલતાં સાંકડું, રૂપરહિતનઈં નવિ વાંકડું | ૯૫ ||
જિહાં એક સિદ્ધ છઇ તિહાં અનંતા સિદ્ધ છઇ, દૂધ-સાકરની પરિ એકઠા ભિલઇ છઇ, એકાંત એ પણિ એકદેશી દૃષ્ટાંત । રૂપીનઇ માહોમાહિં ભિલતાં સાંકડું હોઇ, પણિ રૂપરહિતનઇ ભિલતાં કિસ્યુઇ વાંકડું નથી, ધર્માંધમાંકાશાદિવત્ । અત્ર ગાથા –
જત્થ ય એગો સિદ્ધો તત્વ અહંતા ભવયવિમુક્કા । અનુનમણાબાહું ચિઢંતી સુહી સુહં પત્તા
(વિંશિકા-૨૦, ૧૮) (વિંશિકા ૧૯, ૨૦) || ૯૫ ||
દ
જ્યાં એક સિદ્ધ છે ત્યાં અનંત સિદ્ધ રહી શકે છે કેમકે એ દૂધ-સાકરની પેઠે એકઠા ભળીને રહે છે. આ દૃષ્ટાંત એકાંતિક – એક અંશ પૂરતું મર્યાદિત માનવું, કેમકે રૂપી પદાર્થોને પરસ્પર ભળતાં સંકડામણ થાય છે. પણ જે રૂપરહિત છે તેમને કશી મુશ્કેલી નથી, જેમકે ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય અને આકાશ એકત્ર રહી શકે છે. કહ્યું છે કે જ્યાં એક સિદ્ધ રહ્યા છે ત્યાં સંસા૨ક્ષય થવાથી મુક્ત થયેલા અનંત સુખી જીવો પરસ્પર કશી બાધા વિના સુખ પામીને રહે છે.''
Jain Education International
૧૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org